fbpx

પી.પી.એલ ગ્રુપ પાટણ દ્વારા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 મા ચેમ્પિયન બનતી રજની ઈલેવન..

Date:

પાટણ તા. ૧૨
પી. પી.એલ.ગૃપ પાટણ દ્રારા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ટેનિસ ક્રિકેટ ટુનૉમેન્ટ – ૨૦૨૪ નું આયોજન શ્રી પદ્મવાડી પરિસરના વિશાળ મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ ટેનિસ ક્રિકેટ ટુનૉમેન્ટ માં પાટણ પ્રજાપતિ સમાજ ની કુલ ૧૩ ટીમોએ ભાગ લીધો હતો.

જે ટીમો પૈકી મિષ્ટી ઈલેવન અને રજની ઈલેવન વચ્ચે રવિવારે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં રજની ઈલેવન ટીમ વિજેતા બનતાં તેઓને વિજેતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.અહેવાલ યશપાલ સ્વામીતો રનર્સ અપ ટીમને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર સાથે બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરિઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેટસમેન, બેસ્ટ કેચ, બેસ્ટ ફિલ્ડર ને ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

પાટણ ની પદ્મવાડી ખાતે પીપીએલ ગૃપ દ્રારા પાટણ પ્રજાપતિ જ્ઞાતી સમાજ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુનૉમેન્ટ ને સફળ બનાવવા સમાજ અગ્રણી ધર્મેશભાઈ પ્રજાપતિ, જીગ્નેશભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી, ગિરીશભાઈ પ્રજાપતિ, ચિંતનભાઈ પ્રજાપતિ,અપુલ પ્રજાપતિ,હિતેશ પ્રજાપતિ, ધવલ પ્રજાપતિ, સંજય પ્રજાપતિ, હિરેન પ્રજાપતિ સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વડીલની ઈચ્છા અનુસાર તેઓના મૃત્યબાદ પરિવારજનો દ્વારા દેહદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો..

પાટણના વડીલની ઈચ્છા અનુસાર તેઓના મૃત્યબાદ પરિવારજનો દ્વારા દેહદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો.. ~ #369News