fbpx

ત્રિભુવન વિધાલય લણવા નાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું સંમેલન યોજાયું..

Date:

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા શાળાના નવીન ઓરડા અને શેડ માટે રૂ. 11 લાખનું દાન અપૅણ કયુઁ..

પાટણ તા.10
ચાણસ્મા તાલુકાના લણવા ગામે આવેલી ત્રિભુવન વિદ્યાલય માં વર્ષ 1980 માં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ સંમેલનનો કાર્યક્રમ રવિવારનાં રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.1980 માં શાળામાં અભ્યાસ કરનારા 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શાળાના અભ્યાસ દરમિયાનના સંસ્મરણોને તાજા કરી પોતાના સમય દરમિયાન ના ગુરુઓનું પૂજન કરી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના નવીન ઓરડા અને શેડ માટે રૂપિયા 11 લાખનુ અનુદાન શાળા પરિવારને અર્પણ કરી શાળાનું ઋણ અદા કરી ધન્યતા અનુભવી હતી. ચાણસ્મા ના લણવા ખાતે આવેલી ત્રિભુવનવિદ્યાલય ખાતે આયોજિત કરાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીના સ્નેહ સંમેલન કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પાટણ બ્રહ્મ સેવા સમાજના ચેરમેન નરેશભાઈ દવે, અશ્વિનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ સહિતના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા..

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા.. ~ #369News

વાગડોદ મુકામે નિ:શુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ અને આયુષ્ય માન કાડૅ માટે મેધા કેમ્પ યોજાયો..

વાગડોદ મુકામે નિ:શુલ્ક સવૅ રોગ નિદાન કેમ્પ અને આયુષ્ય માન કાડૅ માટે મેધા કેમ્પ યોજાયો.. ~ #369News

પાટણ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ખેરાલુ ના ભરત ડાભી ને રિપીટ કરાયા…

શિક્ષણ,આરોગ્ય અને રેલ્વે સહિત પાટણ લોકસભા વિસ્તાર ની સમસ્યાનું...