બીમાર ગૌ ધનને રોટલી ગોળ ખવડાવ્યો તો સ્વસ્થ્ય પશુઓ માટે ઘાસચારાનું કર્યું દાન..શ્રમ કાર્ય કરી પશુ દાણની બોરીઓ પણ પહોચાડી ગોડાઉનમાં..
પાટણ તા. 17 શ્રી પાટણ પાંજરાપોળ સંચાલિત શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સ્થાનમાં 1800 થી વધુ પશુઓ વિહાર કરી રહ્યા છે.આ પશુ સેવામાં 60 જેટલા કર્મીઓ, બે પશુચિકિત્સક ડોકટરો સહીત ગૌ સેવકો પણ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે તો જૈન શ્રેષ્ઠીઓ,સ્થાનિક ખેડૂતો અને જીવદયા પ્રેમીઓ પણ પશુ સેવામાં અવિરત દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે સેવા, સમર્પણ અને રાષ્ટ્ર ભાવનાને પ્રગટ કરવાના ગુણ શીખવતી પાટણ શહેરના શિશુમંદિર ખાતે લાગતી શિવમ પ્રભાત શાખાના સ્વય સેવકોએ રવિવારના દિવસે અધિક માસ શરુંઆત મા ગૌ – સેવા કરી આ પવિત્ર માસમાં સેવાનું મહત્વ સમજાવ્યું હતું.
સ્વયસેવકોએ પાટણ પાંજરાપોળ સંચાલિત ખલીપુર ખાતેના સંકુલમાં ગૌ સેવા હેતુથી ગૌ ધન માટે રોટલી અને ગોળ ઘરેથી લઇ જઈ તેમને ખવરાવ્યા હતા. બાકીના પશુઓ માટે રૂપિયા 3500 નું દાન આપી ઘાસચારો નીર્યો હતો. આ ઉપરાંત શ્રમ યજ્ઞના ભાગરૂપે દાનમાં આવતી ગાડીઓ માંથી દાણને ગોડાઉનમાં મૂકી સેવાનો લાભ લીધો હતો.
પાટણ ખાતે શિવમ પ્રભાત શાખા અવાર નવાર સેવા કાર્યો થકી સમાજમાં જાગરણનું કામ કરે છે. સેવા દિને સ્મશાન ગૃહોની સફાઈ, પાંજરાપોળમાં સેવા, કોરોના કાળમાં પણ સમાજ ઉપયોગી કાર્યો સહીત સમાજમાં જરૂર મુજબના સેવા કાર્યો કરતી રહે છે અને માનવતાની મહેક સમાજમાં ફેલાવી રહી છે.