fbpx

પદ્મનાભ ચાર રસ્તા નજીક યશવિલા સોસાયટીમાં ત્રાટકેલી ચડ્ડી બનીયાન ધારી ગેંગ ને ધરફોડ ચોરીમાં ફોગટ ફેરો..

Date:

ચડ્ડી બનીયાધારી ગેંગ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ : પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ ન નોધાઈ..

પાટણ તા. 8 પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલી યશવીલા સોસાયટી માં શનિવારની મોડી રાત્રે ચડ્ડીબનિયાન ધારી ગેંગ ની ટોળકી એ ધરફોડ ચોરીને અજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમા તેઓને નિષ્ફળતા સાંપડી હોવાનું સોસાયટી ના રહીશોએ જણાવી ચડ્ડી બનીયાનધારી ગેંગ ના શખ્સો સોસાયટી ના સીસીટીવી કેમેરા મા ઝડપાયા હોવાનું જણાવ્યું હતું. તો આ બાબતે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પુછતાં આ બાબતે કોઇ ફરિયાદ ન નોધાઈ હોવાનું જણાવ્યું હતું.

પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલી સોસાયટીમાં અવારનવાર નાની મોટી ચોરીની ઘટનાઓ સર્જાતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે યસ વિલા સોસાયટીમાં શનિવારની મોડી રાત્રે ચડ્ડી બનીયાન ધારી ટોળકીની ઘરફોડ ચોરીને અંજામ આપવાની ધટના ને પગલે વિસ્તાર ના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ સધન બનાવાય તેવી માંગ કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રાજપુર ITI ના વિદ્યાર્થીઓએ મતદાન કરવા અંગેના શપથ ગ્રહણ કયૉ..

પાટણ તા. ૨૮મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે....

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રામાં પાદરા ના બેન્ડ સાથે પાલી રાજસ્થાનના 2 ગજરાજો આકર્ષણનું કેન્દ્ર બનશે..

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રામાં પાદરા ના બેન્ડ સાથે પાલી રાજસ્થાનના 2 ગજરાજો આકર્ષણનું કેન્દ્ર બનશે.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે હાઈડ્રોપોનિક્સ વિષય પર વર્કશોપ યોજાયો..

પાટણ તા. ૧૬ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...