fbpx

પાટણ યુનીવસિટી ખાતે ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળા યોજાઈ..

Date:

પાટણ તા. ૧
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતરગત ગ્રંથાલયના ઉપક્રમે મોહનભાઈ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર જોશી વ્યાખ્યાન માળાનું આયોજન શુક્રવારે કા. કુલાપતી ડો. રોહિતભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાળામાં “ભારતનું આધ્યાત્મિક જચિંતન” વિષય પર સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીના પૂર્વ ઓ એસ ડી ડો.ગીરીશભાઈ ઠાકરે પોતાના વક્તવ્યમાં ભારતીય આધ્યાત્મિક ચિંતનમાં ધર્મ વિષે વિસ્તૃત સમજ આપી જણાવ્યું હતું કે ભારતના ધર્મમાં પૂજા પદ્ધતિઓ એ ધર્મ નથી.

ભારતમાં મુખ્યત્વે ચાર અર્થનું મહત્વ છે જેમાં ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ છે. પરંતુ મનુષ્ય સામાન્ય રીતે વૃતીઓથી કામના અને તેના આધારિત જીવન જીવે છે પરંતુ જયારે તે શ્રેષ્ઠ કર્મ કરે છે ચાહે તે કોઈ પણ સ્વરૂપમાં હોય ત્યારે તે મોક્ષ ને પ્રાપ્ત કરે છે. જીવનની સમગ્રતાએ સમષ્ટિ સ્વરૂપે જોવું એજ ધર્મ છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન મનુભાઈ પટેલે વિદ્યાર્થી જીવનમાં આજે શિસ્ત,સયંમ અને વિદ્યા ગ્રહણ કરવા માટે સમગ્ર સમય અભ્યાસ માટે કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. વિદ્યાર્થી કાળમાં પોતાને જ રોલ મોડેલ તરફ બનાવવા તરફ વિદ્યાર્થીઓને પોતાની શક્તિઓનો સદુપયોગ કરવા અનુરોધ કરાયો હતો.વ્યાખ્યાન માળાના મુખ્ય વક્તા વલ્લભભાઈ પટેલે સાહિત્યકાર મોહનભાઈ પટેલના સાહિત્ય સર્જન તેમના નિખાલસ અને મહેનતુ સ્વભાવ પર પ્રકાશ પાડ્યો હતો.

યુનીવર્સીટીના કા.કુલપતિ ડો રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલ સિવાય પુસ્તકો રૂપી દુનિયા માં પણ ડોકિયું કરવા જણાવ્યું હતું. યુનીવર્સીટી દ્વારા ચાલતા બુધવારીયું કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લઇ સાહિત્યકારો, લેખકો દ્વારા લખાયેલા સાહિત્યને વાંચી જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ માં યુનીવર્સીટીના કા. કુલસચિવ ડો કમલ મોઢ, ગ્રંથપાલ ડો રજનીભાઈ પટેલ, સહીત યુનીવર્સીટી ના વિવિધ વિભાગોના અધ્યાપકો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચારને પગલે પાટણ વિધાર્થી સંગઠન ખફા..

સંગઠન દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર...

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા સ્નાતક – અનુસ્નાતક પરીક્ષાના પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ.

પાટણ તા. ૧૫હેમચંદ્રાચાર્ય ઉ. ગુ.યુનિ. દ્વારા વાર્ષિક પરીક્ષાના પરિણામો...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મેઘ મહેર યથાવત રહેતા નીચાણ વાળા વિસ્તારો જળબંબાકાર બન્યા..

પાટણના રેલવે ગરનાળામાં ગાડી ફસાતા મહામુસીબતે બહાર કઢાઈ.. પાટણ તા....