google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

બેન્કમાં અલગ અલગ ખાતાઓ ખોલાવી તેને ભાડેથી આપી ઓનલાઈન ક્રિકેટ નો સટ્ટો રમાડતા રાધનપુર ના સટોડીયાને ઝડપી લેતી કચ્છ-ભુજ ક્રાઈમ ટીમ..

Date:

પાટણ તા.૯
દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટામા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્કમાં ખાતાઓ ખોલાવી તેને ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ. ડી. થી ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ઈસમને સાયબર ક્રાઈમ પોલીસસરહદી વિભાગ ભુજ-કચ્છે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છનાઓએ સરહદી રેન્જમાં સાયબર ફોડના ગુના બનતા શોધવા અને અટકાવવા કરેલ સુચના અન્વયે સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ. ઈન્સ. વાય. કે. ગોહિલ નાઓને ખાનગી બાતમી મળેલ કે એક ઈસમ નામે સાગર દયાળભાઈ લાલવાણી રહે. બીજી શેરી, શારદા સોસાયટી, રાધનપુર, જિ. પાટણ વાળાને રાધનપુર ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના બચત તથા ચાલુ બેન્ક ખાતાઓ અલગ અલગ બેન્કમાં ખોલાવી તેઓને તેના ભાડા પેટેના રૂપિયા આપી તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ડીટ તથા બેન્ક સાથે લીંક સીમ કાર્ડ લઈ દુબઈ ખાતેથી ચલાવવામા આવતા કીકેટ સટ્ટા બજારમા નાણાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે ભાડેથી આપે છે.

તેમજ મજકુર ઇસમના મોબાઈલ ફોનમા વેસ્ટ ઈન્ડીઝ દેશ ખાતે હાલમાં ચાલી રહેલ વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફીકા વચ્ચે ચાલી રહેલ સાઉથ આફ્રિકા ટૂર ઓફ વેસ્ટ ઇન્ડીઝ 2024ની મેચની શરૂઆતથી અંત સુધી મેચના જીવંત પ્રસારણ દરમ્યાન અને મેચની પ્રગતિની સાથે જે તે ટીમની હાર-જીત ઉપર “1XBOOK” નામની એન્ડ્રોઈડ એલ્પિકેશન પર આઈ.ડી. અને પાસવર્ડ નાખી ઓનલાઈન ક્રિકેટ મેચ પર પ્રગતિની સાથે બદલાતા રહેતા દ૨ મુજબનો સટ્ટાનો જુગાર રમી રહ્યો છે.

જે બાતમી આધારે મજકુર ઈસમને પકડી પાડી મજકુર ઇસમના મોબાઈલ ફોનની વિગત જોતા તેણે અલગ અલગ બેન્ક ના અલગ અલગ વ્યક્તિઓના બેન્ક ખાતાઓ ખોલાવી ભાડાની રકમ વસુલી લઈ દુબઈ ખાતેથી ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કમા ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવા મજકુર ઇસમે બેન્ક ખાતાને ચલાવવા માટેની તમામ વિગત તથા સીમ કાર્ડ પોર્ટલથી મોકલેલ હોય. જે બેન્ક ખાતા નાણાકીય લાભ મેળવી ભાડેથી આપેલ હોય.જેમા અંદાજીત ૨૧ જેટલા બેન્ક ખાતાઓ ખોલાવડાવી તે તમામ ખાતા ઓન લાઈન ચલાવવા માટેની વિગત મજકુર ઈસમે દુબઈ ખાતે વોટ્સ એપથી મોકલેલી અને બેન્ક ખાતા મા લીંક સીમ કાર્ડ પોર્ટલથી મોકલી અપાયેલાનુ જણાયેલ.

જેના પેટે મજકુર ઈસમને અંદાજીત ૫ થી ૬ લાખ રૂપિયાનો આર્થિક લાભ થયેલ. જેથી મજકુર પકડાયેલ ઈસમ તથા બીજા આરોપીઓ વિરૂધ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી સાયબર પોલીસ સ્ટેશન સરહદી રેન્જભુજ-કચ્છના સીની પો. ઈન્સ. એલ. પી. બોડાણા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ.ઈન્સપેક્ટર. વાય.કે.ગોહિલ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બાલીસણા ગામે મોબાઈલમાં પોસ્ટ મૂકવાની બાબતને લઈ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાય…

બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગામમાં...

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે ..

શહેરના માખણીયા વિસ્તારના ઢોરવાડામાં રખાયેલા અબોલ જીવો ને દાતા પરિવાર દ્વારા એક વર્ષ સુધી લીલો ઘાસચારો પૂરો પડાશે .. ~ #369News

પાટણમાં પદ્મવિભૂષણ રતન ટાટા ને ભાવાંજલિ અપૅણ કરવામાં આવી..

પાટણ તા. ૨૦પાટણ શહેરમાં નવા ગંજ બજાર ખાતે આવેલા...