google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જી.પં.નવી ટીમે વડાપ્રધાન ને અભિનંદન સાથે ચંદ્રયાન-૩ મિશનની સફળતા અંગે ઠરાવ પસાર કર્યો..

Date:

ઠરાવ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરને સુપ્રત કરાયો..

પાટણ તા. 22 જિલ્લા પંચાયત પાટણ ખાતે નવા વરાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને સભ્યોની મળેલી પ્રથમ બેઠક માં ચંદ્રયાન -૩ મિશનની સફળતા અંગેનો ઠરાવ પસાર કરી આ ઐતિહાસિક સિદ્ધિ બાબતે દેશના વૈજ્ઞાનિકો અને ઇસરોને બિરદાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કરાયો હતો. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ ઉપ-પ્રમુખ ગોવિંદભાઈ માલધારી દ્વારા તેમનો નવો કાર્યભાર વિધિવત રીતે સંભાળી લેવામાં આવ્યો છે.અને તેઓના અધ્યક્ષ પદે જિ. પં.ની પ્રથમ બેઠક મળી હતી જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ તાજેતરમાં ચંદ્ર પર સફળતાપૂર્વક મોકલવામાં આવેલ ચંદ્રયાન ત્રણ મિશનની સિદ્ધિને બિરદાવતો ઠરાવ પસાર કરી વડાપ્રધાન ને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા પંચાયત દ્રારા કરાયેલ ઠરાવ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટી ઈન્ટરવ્યુ મા પસંદગી પામેલ 6 પ્રોફેસરો ના રાજયના શિક્ષણ વિભાગ ના આદેશ થી ઓડૅર કરાયા.

પાટણ તા. 18 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ...

સેનેટ મેમ્બર પાથૅ બારોટ દ્વારા વિધાર્થી હિતમાં કા. કુલપતિ ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ..

પાટણ તા. 1આગામી ટૂંક જ સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત...