માનવતાની દિવાલ મા પડેલ કપડાનો ઢગલો અને ફાઈબર સેડ બળી ગયા જયારે બાજુમાં પાકૅ કરેલ CNG કારને પણ નુકશાન થયું..
પાલિકાના ફાયર વિભાગને બ્રહ્મ સમાજના આગેવાન ભાવેશભાઈ ત્રિવેદી દ્વારા જાણ કરાઈ..
પાટણ તા. ૨૪
પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ માનવતાની દીવાલમાં એકત્રિત કપડાના ઢગલામાં શનિવારે રાત્રિના સવા એક વાગ્યાના સમારે અગમ્ય કારણોસર આગ લાગવા ની ઘટના સજૉતા માનવતાની દિવાલ મા પડેલ કપડાં સહિત પ્લાસ્ટિક ના સેડ વાળુ માનવતાની દિવાલ નું સ્ટકચર આગની ઝપેટમાં બળીને રાખ થયું હતું. તો માનવતાની દિવાલ નજીક પાકૅ કરેલ સીએનજી ગાડીનાં આગળનાં બોનેટ ને પણ આગની જ્વાળાઓ અડકતા નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
આ આગના બનાવની જાણ અહીથી પસાર થતાં બ્રહ્મ સમાજના સેવાભાવી આગેવાન ભાવેશભાઈ ત્રિવેદીને થતા તેઓએ આ બાબતની જાણ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. .
શહેરના જનતા હોસ્પિટલ નજીક આવેલ કેશવલાલ સેન્ટરમાંમા બે દિવસ પુવૅ લાગેલી આગની ધટના બાદ આજ વિસ્તારમા આવેલ માનવતાની દિવાલ મા શનિવારે મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગવાની ધટના સજૉતા અફડાતફડી મચી જવા પામી હતી.
જોકે આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી પરંતુ કોઈ વ્યક્તિ દ્રારા સળગતી બીડી કે સિગરેટ માનવતાની દિવાલ મા એકત્રિત થયેલા કપડાં મા ફેકી હોય અને તેના કારણે કદાચ આગ લાગી હોવાનું અનુમાન ધટના સ્થળે ઉપસ્થિત ભાવેશભાઈ ત્રિવેદી એ વ્યકત કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી