fbpx

પાટણ તાલુકા કક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ વામૈયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો..

Date:

પાટણ તા.15
15 મી ઓગસ્ટ 78 માં સ્વાતંત્ર પર્વની પાટણ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ માં આયોજિત કરવામાં આવ્યો હતો.

વામૈયા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરાયેલા તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો એ દેશદુલારા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી. દેશ ભક્તિ ના આ કાર્યક્રમ પ્રસંગે સરસ્વતી તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે મોરપા શાળાના શિક્ષક પ્રજાપતિ હર્ષદ કુમાર જીવણલાલ ને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત ના મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર ,ભાગવત ગીતા અને બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરપા શાળા ના શિક્ષક હર્ષદભાઈ પ્રજાપતિ ને આ અગાઉ પણ નેશન બિલ્ડર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હોય જેને લઇ મોરપા શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર સહિત પાટણ પ્રજાપતિ સમાજ ગૌરવની લાગણી  અનુભવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની સમરસ હોસ્ટેલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મજયંતી પર્વની ઉજવણી કરાઈ…

પાટણની સમરસ હોસ્ટેલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મજયંતી પર્વની ઉજવણી કરાઈ... ~ #369News