fbpx

પાટણ ના નવા એસપી ડૉ.રવિન્દ્ર પટેલે ચાર્જ સંભાળી ડીવાયએસપી ઓ સાથે બેઠક યોજી..

Date:

પાટણ તા. 1 પાટણ જિલ્લા નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલે સોમવારે સવારે પાટણ આવી પોતાનો વિધિવત રીતે ચાર્જ સંભાળી ડીવાયએસપીઓ સાથે બેઠક યોજી હતી. પાટણનાં 35 મા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ સોમવારે સવારે પાટણ ખાતે આવી પહોંચતાં તેમનું અત્રે ઉપસ્થિત સિધ્ધપુર અને રાધનપુરનાં ડી.વાય.એસ.પી. કે.કે. પંડ્યા અને ડી.ડી.ચૌધરી એ ઉષ્માભર્યું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર આપી આવકાયૉ હતાં. નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા નાં આગમન પ્રસંગે પાટણની ડીએસપી કચેરીને આર્ટિફીસીયલ ફુલો દ્રારા દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી.

ડી.એસ.પી. ડૉ. રવિન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા બાદ પાટણ-સિધ્ધપુરનાં ડી.વાય .એસ .પી. સાથે મિટીંગ યોજીને પાટણ જિલ્લાની ભૂગોળ તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ-પોલીસ મહેકમ સહિતની સ્થિતિ થી વાકેફ બન્યા હતા.બાદમાં પાટણ જિલ્લાનાં પોલીસ અધિકારીઓ અને શુભેચ્છકોને મળી પાટણ જિલ્લા કલેકટર ની પણ તેઓએ મુલાકાત લીધી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે..

પાટણની ધારપુર હોસ્પિટલ માં છેલ્લા ચાર દિવસથી વિજળી ફોલ્ટ સજૉયો:જનરેટર પણ બંધ છે.. ~ #369News

એક તક પોલીસને: પાટણ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે લોક દરબાર યોજાયો..

વ્યાજખોરોને ડામવા માટે જનતાનો સહકાર જરૂરીઃ IG મોથલિયા… કોઈ પણ...