google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત 20.15 લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા..

Date:

ગોકુળ ગ્લોબલ યુનિ.માં કેબિનેટ મંત્રી અને સાંસદ ના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 74 મો વનમહોત્સવ યોજાયો..

આપણે આપના જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવવાનું આયોજન કરવું જોઈએ : કેબિનેટ મંત્રી..

પાટણ તા. 5 પાટણ જિલ્લામાં 74 મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી નિવારે ગોકુળ ગ્લોબલ યુનિવર્સીટીમાં કેબિનેટ મંત્રી અને સાંસદ ની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લામાં 20.15 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવા માટેનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં જંગલ ની જમીન તેમજ જંગલ સિવાયની જમીનમાં વૃક્ષનું પ્રમાણ વધે તે માટે ચાલુ વર્ષે ખાતાકીય વાવેતર તેમજ વન મહોત્સવ થકી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ હેઠળ જંગલ વિસ્તારમાં તેમજ જંગલ સિવાયના બહારના વિસ્તાર જેવા કે ગૌચર, સ્વૈછિક સંસ્થા, સ્મશાન ભૂમિ, ખેડૂતોની જમીન તેમજ રોડ વિસ્તારમાં 507.32 હેકટરમાં 4.97 લાખ રોપાઓનુ વાવેતર ચાલુ ચોમાસામાં કરવામાં આવશે.

પાટણ જિલ્લામાં વન મહોત્સવ યોજના અંતર્ગત ચાલુ વર્ષે 74 મા વન મહોત્સવ અંતર્ગત 20.15 લાખ રોપા પોલીથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. જે રોપાઓને ગ્રામપંચાયતો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડુતો તેમજ લોકોને વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારે ચાલુ વર્ષે ઉપવન બનાવવાની યોજના પાટણ જિલ્લામાં અંદાજે ₹10.00 લાખના ખર્ચે એક પવિત્ર ઉપવન બનાવવામાં આવશે. જિલ્લામાં વન મહોત્સવ અંતર્ગત મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સતત પ્રયાસોના લીધે આજે વનીકરણ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુન્શીથી થઈ હતી તેમને પૂરા ગુજરાતમાં આંદોલનની જેમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વેગ આપવામાં આવ્યો હતો. તેના લીધે સમગ્ર ભારત અને ગુજરાતમાં વન વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ચેરના વૃક્ષોમાં પણ વધારો થઈ રહ્યો છે. આપણે વુક્ષોનું સર્વધન કરવું જોઈએ. માણસના જન્મના સમયથી મુત્યું સુધી 100 વૃક્ષોની જરૂર પડે છે તેથી આપણે આપના જીવનમાં ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવવાનું આયોજન કરવું જોઈએ તેનાથી સારું ડેવલોપમેન્ટ થશે. ઓછામાં ઓછા 1 વૃક્ષ વાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે લોકોમાં અનેરી જાગૃતિ ફેલાશે. આમ વુક્ષોની સાથે દરેકે પાણીનો પણ કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ભાવિ પેઢી આપણને યાદ કરે તે માટે વૃક્ષોરૂપી એમને સંભારણા આપતા જઈએ.આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વન મહોત્સવમાં મારો અનેરો નાતો છે. વૃક્ષોમાં ભગવાનનો વાસો હોય છે. તેમના દ્વારા આપણને રોજગારી મળે છે. વૃક્ષો વરસાદ લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો વગર આપનું જીવન સાર્થક નથી તેથી આપણે સૌએ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. તેઓ આપના સાચા અર્થમાં સાથી છે. 74 મા વન મહોત્સવમાં જીલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, અધિક નિવાસી કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રોબેસરી ઑફિસર વિધ્યાસાગર, વન સંરક્ષક સામાજીક વનીકરણ વર્તુળ શ્રીમતી રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક બિંદુબેન પટેલ તથા સંગઠનના હોદ્દેદાર ડો. દશરથજી ઠાકોર, જયેશભાઈ, જશુભાઇ, APMC ચેરમેન વિષ્ણુભાઈ તેમજ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અંડરપાસ મા ભરાયેલ વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ લાવવા રેલવે તંત્ર ને પ્રાંત દ્રારા નોટિસ ફટકારવામાં આવી..

પાટણ તા. ૨૨ચાણસ્મા તાલુકાનાં મંડલોપ, ભાટસર, ઇસ્લામપુરા, બ્રાહ્મણવાડા અને...

બાઈક પર લોકાચાર જઈ રહેલા ઠાકોર દંપતીને પાછળ આવી રહેલા ટેન્કરે ટક્કર મારતા દંપતીનું મોત નિપજયું..

અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી..પાટણ...

પાટણ સંસદીય મતવિભાગ ની ચૂંટણી માટે ઓબ્ઝર્વરોનું જિલ્લામાં આગમન…

નાગરિકો ઓબ્ઝર્વરોને ચૂંટણીલક્ષી ફરિયાદ કે સૂચન કરી શકશે…પાટણ તા.૨૦ભારતના...

પાટણના રાજમહેલ રોડ પર આકાર પામેલ ડો. પ્રવિણ ભાઈ પટેલ ના નવીન સાહસ રૂપ હર્ષરાજ હોસ્પિટલ નો રવિવારે પ્રારંભ..

હર્ષરાજ હોસ્પિટલના પ્રારંભ થી મેડિકલ નગરી પાટણમાં આરોગ્યની સુવિધા...