રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્યા ડો રાજુલ દેસાઈ એ ખાસ ઉપસ્થિત રહી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી..
પાટણ તા. 5 પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલ શ્રી દિવ્યાંગ બાળકોની પ્રાથમિક શાળા ખાતે શનિવારે ડો.શ્રીમતી હેમાંગીબેન વાલજીભાઈ પટેલ કે જેઓ નાણાવટી સ્કૂલ મા સી.આર.સી તરીકે તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંધ ના મહિલા પ્રાંત મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓશ્રી એ તેમના મનમાં રહેલ એક ઉત્કૃષ્ટ વિચારથી પોતાનો જન્મદિવસ આ દિવ્યાંગ બાળકોની વચ્ચે ઉજવી અન્યોને પ્રેરણા પુરી પાડી છે.
આ પ્રસંગે રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલબેન દેસાઈએ ખાસ ઉપસ્થિત રહી બહેનશ્રી ને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ મૂક બધિર બાળકોને પોતાના હાથે ફ્રુટ નું વિતરણ કરી દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રની મુલાકાત લઈ આ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર થયેલ વસ્તુને એક બજાર મળે તે માટેની પણ એક તૈયારી દર્શાવી હતી. બહેનશ્રી ના જન્મ દિવસ ની ઉજવણી ના આ કાર્યક્રમમાં પાટણ નગર પાલિકા ના કોર્પોરેટર મનોજભાઈ પટેલ,મગનભાઈ દેસાઈ,શાળાના ટ્રસ્ટીગણ કુસુમબેન, ઉષાબેન,સાલવી દાદા, શાળાના આચાર્ય ગેમરભાઇ દેસાઈ, સી.આર.સી કો ઓર્ડીનેટર દુધારામપુરા ના ભરતભાઈ દેસાઈ તેમજ શિક્ષક ગણ અને દિવ્યાંગ બાળકો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી