વિસ્તાર ના રહીશો એ સમૂહ માં હવન યજ્ઞ ના દશૅન સાથે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી..
પાટણ તા. 9 પાટણ શહેરના મોટી ભાટિયાવાડ વિસ્તારમાં આવેલા શ્રી પદ્મનાભ ભગવાન ની પોળ પાસેના શ્રી અંબાજી માતાજી મંદિર પરિસર ખાતે નોમ ના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ માતાજી ના હવન યજ્ઞ નું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી અંબાજી માતાજી ના હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવને અનુલક્ષીને મંદિર પરિસર ને રંગબેરંગી ફુલો અને લાઈટો ની રોશની થી શણગારવામાં આવ્યું હતું. માતાજી ના હવન યજ્ઞ ના યજમાન તરીકે ગીતાબેન કનુભાઈ ખોડીદાસ પ્રજાપતિ પરિવારે લ્હાવો લીધો હતો. શ્રી અંબાજી માતાજી ના મંદિર પરિસર ખાતે યોજાયેલ હવન યજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવ અને સમૂહ ભોજન પ્રસાદ ના આયોજન ને સફળ બનાવવા વિસ્તારના સેવાભાવી યુવાનો ગીરીશભાઇ,ડીકે, મુન્નો, નવીનભાઈ, સંજય સ્વામી જગદીશભાઈ, ઓમ,પિન્ટુ,પ્રવિણભાઈ, તેજશ, ઉત્સવ,દશૅન,વિજય, લાલો,બાબુ,મહેશ,મોન્ટુ,જીતુ,ધ્રુવ મિલન ભાટિયા, સુશિલ ભાટિયા,સહિત મોટી ભાટિયાવાડ ના યુવાનો એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી