fbpx

જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્રારા તા.૧૪ ફેબ્રુઆરી બ્લેક ડે નિમિતે બાળકોમાં રાષ્ટ્રપ્રેમનું બીજ રોપણ કરાયું…

Date:

પાટણ તા. ૧૫
તા.૧૪ ફેબ્રુઆરી ના રોજ પુલવા કાડમા દેશના જવાનો શહીદ થયા હોય આ દિવસને ભારતવાસીઓ કાળો દિવસ એટલે કે બ્લેક ડે તરીકે ઉજવી દેશના વીર શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવતી હોય છે. પાટણ ના વઢીયાર પંથકના શંખેશ્વર ખાતે કાયૅરત જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા આ બ્લેક ડે નિમિત્તે શાળાના બાળકો ને એક અલગ નજર પ્રદાન કરવાનો ઉપક્રમ આદર્યો હતો.

દેશભક્તિ એ સંસ્કાર સીંચન છે, જે બાળપણમાં જ લોહીમાં વણાઈ જાય છે. દેશભક્તિ એ સમાજમાં વ્યક્તિ ના જીવનમાં વરતાય તો જ એની સાર્થકતા સાકાર થતી હોય છે. જે અનુસંધાનમાં બ્લેક ડે નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

જન મંગલ સેવા સંસ્થાન દ્રારા જિજ્ઞાબેન શેઠની રાહબરી હેઠળ બાળકોને ગૌશાળાની મુલાકાત કરાવી બાળકોના હાથે ગાયોને ઘાસ ખવરાવી તેઓની અંદર પશુ પ્રત્યેના પ્રેમનો સંચાર દ્રઢ થાય તેવા પ્રયાસ સાથે બાળકો ના હસ્તે ગાયો માટે આયુર્વેદ લાડવા બનાવી ખવડાવી ને બાળકો મા જીવદયાની વાત ફકત બોલવા કે લખવા પૂરતી મર્યાદિત ન રહેતા, અને બાળકો તેને આચરણમાં ઉતારે તે માટે કટિબદ્ધતા વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related