google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

દેશપ્રેમ કોમી એકતા અને ભાઈચારાની ભાવના વચ્ચે સમસ્ત મુસ્લિમ સમાજ પાટણ દ્રારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું..

Date:

તા.15 મી ઓગસ્ટ ના રોજ આ તિરંગા યાત્રા ગંજ શહીદપીર હુસૈની ચોક ખાતે થી બપોરે પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે..

પાટણ તા. 13 પાટણ શહેરમાં આગામી તા. 15 મી ઓગસ્ટ ને સ્વાતંત્ર્ય પવૅ નિમિતે સમસ્ત મુસ્લિમ સમાજ પાટણ દ્રારા દેશ ભક્તિ ભાવના અને એકતાનો સંદેશો ફેલાવવાના ઉદેશ સાથે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર પાટણ નગરીમાં દરેક ધમૅ ના તહેવારોની ઉજવણી કોમી એખલાસ અને ભાઈચારા ની ભાવના સાથે કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તા. 15 મી ઓગસ્ટ ને સ્વાતંત્ર્ય પવૅની ઉજવણી શહેરમાં એકતા અને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા માટે પાટણ સમસ્ત મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જે તિરંગા યાત્રા તા. 15 મી ઓગસ્ટ ને મંગળવારે બપોરે 2-00 કલાકે શહેરના ગંજ શહીદપીર હુસૈની ચોક થી પ્રસ્થાન પામીને કસાવાડા, બુકડી, પાચપાડા, ટાકવાડા, ઈકબાલ ચોક, રાજકાવાડા, લોટેશ્વર, લીમડી ચોક, ભદ્ર, ફતેહસિંહ રાવ લાઈબ્રેરી, રતનપોળ, ત્રણ દરવાજા, હિંગળા ચાચર, બગવાડા દરવાજા, સુભાષ ચોક, જુનાગંજ, ઝીણીરેત, નિલમ સિનેમા થઈને પુનઃ ગંજ શહીદપીર હુસૈની ચોક ખાતે સંપન્ન બનશે. સમસ્ત મુસ્લિમ સમાજ પાટણ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા મા હિન્દુ, મુસ્લિમ સમાજ ના આગેવાનો, રાજકીય, સામાજિક આગેવાનો સહિત પાટણ ના પ્રબુધ્ધ નગરજનોને મોટી સંખ્યામાં જોડાવવા સમસ્ત મુસ્લિમ સમાજ પાટણ દ્રારા અપીલ કરવામાં આવી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા એશિયા કપ તિરંદાજીમા ગુજરાતનાં પ્રતિનિધિત્વ માટે પસંદગી પામી…

યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર ભાર્ગવી ભગોરાને યુનિવર્સિટીના...

બીપોરજોય વાવાઝોડાના પગલે પાટણ મા ગરીબમુસ્લિમ પરિવારના ઘરના પતરા ઉડયા..

તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી ગરીબ મુસ્લિમ પરિવારને...

પવિત્ર શંખેશ્વર ધામમાં હવસ ખોર યુવાને 11 વર્ષની મંદ બુધ્ધી બાળકી સાથે દુષ્કર્મ આચાર્યુ..

શંખેશ્વર પોલીસે નરાધમ ઈસમને ગણતરીના કલાકો માં આબાદ ઝડપી...