fbpx

ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન અને સંસ્કૃત સમૂહ ગાન સ્પર્ધા યોજાઈ..

Date:

પાટણ શહેરની 18 સ્કૂલો ની ટીમોએ ભાગ લીધો : પ્રથમ ત્રણ વિજેતા ટીમો ને ઈનામ આપી સન્માનિત કરાઈ..

પાટણ તા. 13 સંપર્ક, સહયોગ ,સહકાર, સેવા અને સમર્થન ના ભાવ સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભારત વિકાસ પરિષદ પાટણ દ્રારા રવિવારે શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા તેમજ સંસ્કૃત સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વ ની થીમ આધારિત આયોજિત કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત કરાયેલ આ સમૂહ ગાન સ્પર્ધામાં પાટણ શહેરની 18 જેટલી સ્કૂલો ની ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં પ્રાથમિક વિભાગમાં 7 ટીમો,માધ્યમિક વિભાગ માં 8 ટીમો અને સંસ્કૃત વિભાગમાં 3 ટીમોએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિજેતા ટીમોને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવી હતી. જયારે સ્પધૉ મા ભાગ લેનાર અન્ય ટીમોને પણ પ્રમાણપત્ર આપી પ્રાત્સાહિત કરાઈ હતી. ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા આયોજિત કરાયેલ સમૂહ ગાન સ્પર્ધા ને સફળ બનાવવા પ્રમુખ દિલીપભાઈ પટેલ, સંયોજક મહેશભાઈ પ્રજાપતિ ( દલવાડી), સહ સંયોજક ધવલ પટેલ, ભરત પટેલ સહિત ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ..

પાટણ જિલ્લાના ખેડૂતોને એક વર્ષમાં ટ્રેક્ટર ખરીદવા રાજય સરકાર દ્વારા રૂ.4 .86 કરોડની સહાય અપાઈ.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

ચાણસ્મા-મહેસાણા હાઈવે માગૅ પર વેગનઆર નુ ટાયર ફાટતા ઈકો સાથે અથડાતા 10 ધવાયા..

ઈજાગ્રસ્તોને લણવા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.. સરકારી હોસ્પિટલમાં...

યુનિવર્સિટી બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..

તંદુરસ્ત અને મસ્ત જીવન રાખવા નિયમિત યોગ જરૂરી :...