પાટણ તા. 18 પાટણ જિલ્લામાં આવેલા પ્રસિધ્ધ જૈન તિથૅ સમા શંખેશ્વર નગર ના નગરજનો અનેક પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યા છે. ત્યારે જૈન યાત્રા ધામ ખાતે આવેલ જીવણદાસ ખોડીદાસની માલીકી નો પ.પૂ.સાધુ ,સાધ્વીજીઓ અને મ.સા.ના ઉતારા માટે વર્ષો પૂર્વે બનાવેલ ઉપાશ્રય હાલમાં જજૅરિત બની પડવાના વાકે ઉભો છે. આ બાબતે તંત્રને જાણ કરાતાં આ ઉપાશ્રય જજૅરિત હોવાનું બોડૅ મારી તંત્રએ સંતોષ વ્યકત કર્યો છે પરંતુ આ ઉપાશ્રય ને ઉતારવા માટે ઉપાશ્રય ના સંચાલકોને કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા નોટિસ કે સુચના આપવામાં ન આવતાં આ ઉપાશ્રય માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓ સહિત વિસ્તારમાં રહેતા રહિશો ભય ના ઓથાર હેઠળ પસાર થવા મજબુર બન્યાં છે.ત્યારે તંત્ર દ્વારા ઉપરોક્ત જજૅરિત બનેલ ઉપાશ્રય કોઈ જાનહાની સર્જે તે પૂર્વે તેને દુરસ્ત કરવા યોગ્ય કાયૅવાહી હાથ ધરે તેવી લોક માગ પ્રબળ બની છે.
અહેવાલ યશપાલ સ્વામી