fbpx

પાટણ પંચ પ્રજાપતિ પરિવાર દ્વારા પરંપરા અનુસાર શ્રી ખીજડીયા વીરદાદા ની ટોપલાઉજાણી ઉજવાઈ..

Date:

પંચ પ્રકારનો નૈવેધ ટોપલામાં મુકી બહેનો ઘરે થી પગપાળા વીરદાદા ના સ્થાનકે પહોંચી દાદાને નૈવેધ અપૅણ કરી ધન્યતા અનુભવી..

પાટણ તા. 21 પાટણ શહેરમાં વસતા ઈંટોવાળા પંચ પ્રજાપતિ સમાજ દ્વારા શ્રાવણ સુદ પાંચમના દિવસે વર્ષોની પરંપરા મુજબ શહેરના અનાવાડા ખાતે આવેલ ખેજડીયા વીરદાદા ના મંદિર પરીસર ખાતે ટોપલા ઉજાણી નો પવૅ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. પાટણમાં વસતા ઈંટોવાળા પંચ પ્રજાપતિ સમાજનાં કુળદેવતા અનાવાડા સ્થિત ખેજડીયા વીરદાદાનું સ્થાનક આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમના દિવસે વડવાઓની પરંપરા મુજબ યોજાતી આ ટોપલા ઉજાણી પાછળનું મહત્વ અનેરુ છે જેમાં બહેન પોતાના ભાઈને ઘરે જઈને ખીર, વડા, પુરી, લાપસી જેવી વાનગીઓ બનાવી પોતાના ભાઇના ઘરે પારણુ બંધાય તથા ભાઇની આધિ-વ્યાધી ઉપાધીઓ દૂર થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે.

આ બનાવેલ પંચ વાનગીને બહેનો ટોપલામાં ભરીને શ્રી ખેજડીયા વીર દાદાના મંદિર ખાતે પગપાળા પહોચી શ્રી ખેજડીયા વીરદાદા ના સ્થાનકે આ વાનગીઓનું નૈવેધ ધરાવવામાં આવ્યું હતું.તો મંદિર પરીસર ખાતે સમાજના પરીવારોએ વસુદેવ કુટુંબની ભાવનાને ઉજાગર કરવા સમૂહમાં બેસી વીરદાદાની પ્રસાદીને આરોગી એકતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના શ્રધ્ધાળુઓએ શ્રી ખેજડીયા વીરદાદાને નૈવેધ પ્રસાદ ધરાવી આર્શીવાદ મેળવ્યા હતા..મંદિર પરીસર ખાતે વહેલી સવારથી જ મેળા જેવો માહોલ સર્જાયો હતો. અને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં બે હજાર વર્ષ જુના પાવૈયા પરીવારના માઢનું નવનિર્માણ સાથે વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પાવૈયા પરિવારના...

શેઠ એમ એન હાઇસ્કુલ પાટણ ખાતે બે દિવસીય વ્યવસાયિક કુશળતા તાલીમ વકૅશોપ યોજાશે..

પાટણ તા. ૨૦ઐતિહાસિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મેડિકલ નગરી એવી...

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું…

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું… ~ #369News

સાંતલપુર સિવિલ પાસે પાકૅ કરેલ ટ્રક સાથે અન્ય ટ્રક ટકરાતા ટ્રકનો ભુક્કો બોલી ગયો..

અકસ્માત માં ડ્રાઇવર ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે...