fbpx

પાટણ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સભ્યો અને ગાયત્રી મંદિર ખાતે ચાલતા યોગ ક્લાસીસ ના સ્વયંસેવકો દ્વારા આનંદ સરોવરની સફાઈ કરવામાં આવી..

Date:

પાટણ તા. ૩
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગાંધી જયંતીના દિવસથી શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન આજે સફળતાના 10 વર્ષ પૂર્ણ કરી 11 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણ દ્વારા શ્રીમતી સ્મૃતિબેન પટેલ દ્વારા સંચાલિત ગાયત્રી મંદિર યોગ ક્લાસીસ ના સ્વયંસેવકો દ્વારા શહેરના આનંદ સરોવરની સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સ્વચ્છતા અભિયાનની કામગીરીમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર તેમજ ગાયત્રી મંદિર વિસ્તારના પ્રબુદ્ધ નગરજનો સહિત 40 જેટલા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણ ના સભ્યો એ જોડાઈને આનંદ સરોવરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા કામગીરી કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન માં સહયોગી બન્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો

સાથે સાથે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા પાટણના તમામ સભ્યોએ અવાર નવાર આનંદ સરોવરની સફાઈ અભિયાન ની કામગીરી કરવાના સંકલ્પ ગ્રહણ કર્યા હોવાનું આર્ટ આર્ટ ઓફ લિવિંગ ના સભ્ય જયેશભાઈ પટેલ અને ગાયત્રી મંદિર યોગ ક્લાસ ના યોગ શિક્ષક શ્રીમતી સ્મૃતિબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ ના ન્યાયિક પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફળ..

સમાધાન ની જવાબદારી જીયુવીએનએલ મેનેજમેન્ટ ને સોપાઈ- પાટણ તા. 26જેટકોના...

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024

સાંજે 5:00 વાગ્યા સુધીમાં પાટણ જિલ્લા લોકસભા મતવિભાગ બેઠક...

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની પ્રેરણાથી દેહદાન નો સંકલ્પ કરતાં હેમચંદભાઈ પટેલ..

પાટણ તા. ૧૭ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા...

રાધનપુર ની ખારીયા નદીના પુલ ઉપર એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત માં 4 મોત 6 થી વધુ ધાયલ….

મૃતકોની લાશના પંચનામાં કરી પીએમ માટે રાધનપુર હોસ્પિટલમાં માં...