ચાલું વરસાદે ચતુર્ભુજ બાગ અને તેની પાછળની ગલી તેમજ શૌચાલયની સફાઈ કામગીરી હાથ ધરી વિસ્તાર સ્વચ્છ બનાવ્યો..
પાટણ તા. 18 છેલ્લા બે દિવસ થી સતત અને ધોધમાર ચાલુ રહેલા વરસાદ માં પણ પાટણ નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,કોર્પોરેટરો,S I, વોડૅ ઈન્સ્પેકટરો અને કમૅચારીઓ શહેર ના વિવિધ વિસ્તારો માં ભરાતા વરસાદી પાણી ના નિકાલ માટે ચિંતિત બની શહેરીજનોની મુશ્કેલીઓ નિવારવા કટીબધ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે.
સોમવારે સવારે ચાલુ વરસાદ મા ઘીવટા વૉર્ડ ના વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિની ઉપસ્થિત વચ્ચે વોર્ડના સફાઈ કર્મચારીઓએ ચતુર્ભુજ બાગ ની અંદર ની સફાઈ તથા ચતુર્ભુજ બાગ ની પાછળ ના ભાગ માં આવેલ અને ગંદકીથી ખદબદતી ગલી તેમજ વિસ્તાર ના શૌચાલય ની સફાઈ ની કામગીરી હાથ ધરી વિસ્તાર ને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. પાલિકા પ્રમુખ દ્વારા વરસાદ ની આગાહી ના પગલે શહેરીજનોને કારણ વગર ઘરની બહાર ન નિકળવા અને વિસ્તારમાં ચોમાસા દરમ્યાન માં સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ યશપાલ સ્વામી