fbpx

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ચંદ્રયાન-3 નું લેન્ડિંગનું લાઈવ પ્રસારણ કરાશે..

Date:

પાટણ તા. 22 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-3 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવાનુ બપોરે 04:00 વાગે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાર્યક્રમની શરૂઆતમાં વૈજ્ઞાનિક ક્વિઝ, ચિત્ર-સ્પર્ધા, કવિતા-સ્પર્ધા અને થીમ આધારિત અંતાક્ષરી જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.આ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આપણે સામૂહિક રીતે નવા ભારતના ઇતિહાસને આકાર આપીએ અને આવનારી પેઢીઓ માટે અવકાશ ઉત્સાહની જ્વાળાઓ પ્રજ્વલિત કરીએ”.

રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 22 ઓગસ્ટ 2023 ના રોજ ટેલિસ્કોપ પર વર્કશોપ અને પ્રકાશના સિદ્ધાંત વિશે સાયંટિફિક-શો યોજાયો હતો. જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા ટેલિસ્કોપ વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ પ્રકાશના સિદ્ધાંતો અને ઓપ્ટિકલ ઉપકરણો વિશે માહિતી આપતા જણાવ્યુ કે તબીબી પ્રગતિમાં, સંચાર તકનીકોને વધારવા, કોષોનો અભ્યાસ કરવા માટેના માઇક્રોસ્કોપથી લઈને ઈન્ટરનેટ ટ્રાન્સમિશનમાં ફાઈબર ઓપ્ટિક્સ સુધી આ ઉપકરણોનો ઉપયોગ થાય છે. ડૉ. શાસ્ત્રી આપ સૌને 23મી ઓગસ્ટે સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લેવા અને ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના ઉતરાણની ઐતિહાસિક ક્ષણમાં જોડાવા આમંત્રણ આપે છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે જિલ્લા માહિતી કચેરી સહિત કેમ્પસ ની કર્મચારીઓ દ્વારા સફાઇ હાથ ધરાઈ..

પાટણ તા. 5હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન...

ચાણસ્મા હાઇવે સર્કલ કોઈ મોટોઅકસ્માત નોતરે તે પહેલાં સકૅલ નાનું કરવા માંગ ઉઠી..

ચાણસ્મા હાઇવે સર્કલ કોઈ મોટોઅકસ્માત નોતરે તે પહેલાં સકૅલ નાનું કરવા માંગ ઉઠી.. ~ #369News

પાટણ નગરપાલિકાએ આખરે ફાયર સેફ્ટી ને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ બનાવી…

પાટણ તા. ૩૦પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન...