પાટણ તા. ૧૨
સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની કુલ બોટલ ટીન નંગ-૭૩૦ સાથે કુલ .રૂ.૯,૬૦,૨૯૮ ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પાટણ એલસીબી ટીમ બાતમીના આધારે ઝડપી સિધ્ધપુર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ ની સુચના અનુસાર પાટણ જીલ્લા માંથી પ્રોહી. લગતની ગે.કા પ્રવૃતિ દુર કરવા પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ વી.આર.ચૌધરી નાઓની આગેવાની હેઠળ પાટણ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સિધ્ધપુર દેથળી સર્કલ પાસેથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ,બીયરની કુલ બોટલ ટીન નંગ-૭૩૦કી. રૂ.૧,૩૯, ૨૯૮ ભરેલ પીકઅપ ડાલા નં. GJ07TT7708 તથા પાઇલોટીંગ કરવા સારુ લાવેલ સ્વીફ્ટ કાર નં. GJ 03 KC 7161 તથા મોબાઇલ નં-૫ મળી કુલ કી.રૂ.૯૬૦૨૯૮/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી સિધ્ધપુર પો.સ્ટે. ગુનો રજી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જે તપાસ દરમ્યાન પકડાયેલ આરોપીઓ પૈકી ઠાકોર કલ્પેશજી અજમલજી રહે. ડેર જેતાણી પાર્ટી તા. જી. પાટણ (પીકઅપડાલાનો ડ્રાઇવર), બિશ્નોઈ (માંજુ) મેનારામ બંસીલાલ રહે.જોધપુર બનાડ રોડ તા. જી. જોધપુર રાજસ્થાન (વિદેશી દારૂ ભરી લાવનાર),ડાભી શક્તિસિંહ મહેન્દ્રસિંહ રહે. હાથિદ્રા તા.પાલનપુર જી.બનાસકાંઠા (વિદેશી દારૂ લેનાર) અને સિંધી (રાઉમા) પિન્ટુ ગુલાબખાન રહે.પાલનપુર ડંકીવાસ મફતપુરા તા.પાલનપુર જી.બનાસકાંઠા (સ્વીફ્ટ ગાડી થી પાઇલોટીંગ આપનાર) હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ શ્યામી