રેલ્વે અંડર પાસ ની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રહીશોની રેલ રોકો આંદોલન કરવાની ચીમકી..
પાટણ તા. 24 પાટણ શહેરના ખાલકશા પીર રોડ રેલવે ફાટક પાસે આવેલ સાઇવિલાબંગ્લોઝ,સેવન વિહાર, દેવ નાયક, સૃષ્ટિ એવન્યુ,જય બંગ્લોઝ,અને જીલ રેસીડેન્સી ના રહિશો દ્વારા ફાટક નંબર 42 સી ની જગ્યા ઉપર અંડર પાસ બનાવવાની માંગ સાથે પાટણ કલેકટરને ગુરૂવારે આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. પાટણ શહેરના ખાલક્શા પીર વિસ્તાર ની લગભગ 7 થી 8 સોસાયટીના રહીશો દ્વારા પાટણ કલેકટર ને જણાવ્યું હતું કે ફાટક નંબર 42 C ની જગ્યા એ અંડર પાસ બનાવવામાં આવે તો અહીંના રહીશો ને આવવા જવા માટે સગવડ મળી રહે તેમ છે.
વધુમા જો તંત્ર દ્વારા અંડર પાસ ની માંગ નહીં સ્વીકારાય તો રહીશો દ્વારા રેલ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી. રેલ્વે ખંડ 42 સી.ની જગ્યાએ જ અંડરપાસ બને એવી અહીંના રહીશો ની માંગણી છે.તેઓને અન્ય રોડ માટે ના કોઈ વિકલ્પ સ્વિકાર્ય નથી તેવો અનુરોધ કર્યો હતો રેલવે વિભાગ દ્વારા અહીંયા પ્રથમ અંડરપાસ બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી