fbpx

બિપરજોયની આફત સામે જિલ્લા વહીવટીતંત્રઅડીખમ તૈયારીઓ..

Date:

આગાહી ના પગલે 13,200 મીઠાના અગરીયાઓને સ્થળાંતરીત કરાયા..

આફતને ધ્યાનમાં રાખીને જિલ્લા ના લોકો ને કારણ વગર બહાર ન નિકળવા અપીલ કરાઈ..

પાટણ તા. 14
બિપરજોય નામની આફત હાલમાં ગુજરાત પર મંડરાઈ રહી છે. તા.14 અને 15 જૂન ગુજરાત માટે ભારે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. તા.16 અને 17 ના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે પાટણ જિલ્લા વહીવટીતંત્રએ બિપરજોય વાવાઝોડાને પડકાર આપવા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.

પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો સાંતલપુર, રાધનપુર અને સમીમાં વાવાઝોડાની વધુ અસર દેખાવાની શક્યતાઓ છે. સાંતલપુરના સરહદી વિસ્તારોમાં લોકો મીઠાના રણમાં મીઠુ પકવવા માટે આવતા હોય છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને જણાવ્યું કે, તેઓના રક્ષણ માટે કુલ 13,200 શ્રમિકોને સ્થાળાંતરીત કરી દેવામાં આવ્યા છે.

વધુમાં જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, બનાસ નદીના કુલ 11 જેટલા સંવેદનશીલ વિસ્તારો તેમજ સરસ્વતીના કુલ 9 જેટલા વિસ્તારોમાં પુરતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રણ વિસ્તારમાં સાંતલપુરના 17 ગામડાં, સમીના 10 અને શંખેશ્વરના 4 એમ કુલ 31 જેટલાં ગામોમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિને કોઈ તકલીફ પડે તો જિલ્લાનો હેલ્પલાઈન નં. 02766 224830 પર સંપર્ક કરવાની સાથે વાવાઝોડાની આગાહીના સમયગાળા દરમિયાન જિલ્લાના તમામ નાગરીકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરતા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને તમામ લોકોને કોઈ પણ જાતનો ડર ન રાખવો અને જિલ્લા વહીવટીતંત્ર આપતી ના સમયે આપની સાથે હોવાની તેઓ દ્રારા હૈયાધારણા આપવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

G-20 ફાઈનાન્સ ટ્રેટ મિટિંગના પ્રતિનિધિ મંડળે પાટણ પટોળા હાઉસની મુલાકાત લીધી..

પાટણ તા.19G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનના પ્રતિનિધિ મંડળની બુધવારે ઐતિહાસિક...

સિધ્ધપુર માધુપાવડીયાચેક ડેમને ધરોઇ અથવા ખોરસમ પાઇપ લાઇન મારફતે પાણીથી ભરવામાગ ઉઠી..

સિધ્ધપુરના પૂર્વધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.. પાટણ...

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચાણસ્મા રેલ્વે નાળાની સાફ – સફાઈ કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને...