પાટણ તા. 26 પાટણ શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલ ના પાટણ શહેરના ચાચરીયા ચોકના સ્થાનકે ઉપવાસની વિધિ વિધાનની પૂજા વિધિ શુક્રવારે સંપન્ન કરવામાં આવી હતી. છેલ્લા 9 વર્ષથી સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના નિવાસ સ્થાને ચાલીયા સાહેબના 40 દિવસ ઉપવાસ ની આરાધના કરવામાં આવે છે. જેમાં પોતાના ઘર મંદિરના સ્થાનકોમાં મીઠા ભાત સહિત વિવિધ નેવૈધ ધરાવી ચાલીયા સાહેબની આરાધના કરવામાં આવી હતી.
પાટણ શહેર ના ચાંચરીયા ચોક માં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે 40 દિવસ તપની આરાધના કરનાર શ્રદ્ધાળુઓ એ ચાલીયા સાહેબના 40 દિવસીય ઉપવાસ સમાપન પ્રસંગે કુલ પાંચ નંગ માટીની માટલી સજાવવામાં આવી હતી.તેમાં 51 વ્રત કરનારા ભાઈઓ -બહેનો દ્વારા તેમાં અખો (આહુતિ )કુલ એક વ્યક્તિ દ્વારા ચાલીસ દિવસની અખો મંત્ર (આહુતિ)એક વ્યક્તિએ 120 વખત એમાં 51 વ્રત ધારીઓ મળીને 6121 આહુતિ આપી હતી. આહુતિમામીઠાંભાત,ચણા,કાજુ,બદામ,ઈલાયચી, ફળ ફ્રુટ, ગુલાબ આ બધી વસ્તુ માટલીની અંદર મુકવામાં આવી હતી ત્યારબાદ ઉપર શ્રીફળ મૂકી ઘઉંના લોટથી પેક કરી અબીલ ગુલાલ હાર અત્તર, ફૂલ થી શણગારી દર્શન માટે મુકવામાં આવી હતી.આ વિધિ વિધાન ઝુલેલાલ મંદિરના સેવક દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ નીજ મંદિરેથી સૌ સાથે મળીને સિંધી ઢોલના તાલે સૌ ગરબા રમ્યા હતા. ત્યારબાદ સાંજે નદીમાં આ પૂજન વિધિ કરી પાંચ માટલીઓ પાણીમાં પધરાવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી