google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ગુર્જરવાડામાં વરસતા વરસાદમાં જન્માષ્ટમીના પવૅ નિમિત્તે કાનુડા રાસની બહેનોએ રમઝટ જમાવી..

Date:

પાટણ તા. ૨૭
જન્માષ્ટમીના પર્વે સમગ્ર રાજ્યમાં અવિરત મેઘ વર્ષા ચાલુ છે ત્યારે જન્માષ્ટમીની પરંપરાગત ઉજવણીઓ પણ વરસતા વરસાદ વચ્ચે કૃષ્ણ ભકતો દ્રારા કરવામાં આવી હતી. પાટણના ગુર્જરવાડામાં મુશળધાર વરસાદમાં પણ મહિલાઓએ કાનુડાના રાસ ગાઈને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ઉજવાતો જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે મુશળધાર વરસાદ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. પાટણમાં અનેક સમાજો માં પરિવારમાં પુત્ર કે પુત્રી ના જન્મ પ્રસંગે કાનુડાની માનતા રાખવામાં આવે છે. જેમાં જન્માષ્ટમીના દિવસે બાલકૃષ્ણની વાજતે ગાજતે ઘરે પધરામણી કરી તેને સોળે શણગાર સજી મહિલાઓ રાસ રમે છે.

મધરાતે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. જ્યારે બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નોમના દિવસે નદીના પવિત્ર જળમાં કાનુડાની પધરામણી કરવામાં આવે છે. જોકે આ વર્ષે સમગ્ર રાજ્યભરમાં અવિરત મેઘ વર્ષા ચાલુ હોય જન્માષ્ટમીનો તહેવાર પણ વરસતા વરસાદ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો. પાટણના ગુર્જરવાડામાં ત્રણ પરિવારોમાં કાનુડાનો પ્રસંગ હોઇ મહિલાઓ દ્વારા સામૂહિક રીતે વરસતા વરસાદ વચ્ચે કાનુડા ના રાસ ગરબા ની રમઝટ મચાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પદ્મનાભવાડી પરિસરમાં કપીરાજો અને શ્ર્વાનોને પાણી પીવા માટે એકટીવ ગૃપ તરફથી 8 ટાંકીઓ અપૅણ કરાઈ..

નિત્ય સવાર-સાંજ પાણીની ટાંકીઓમાં પાણી ભરીને જીવદયાની ભાવનાને ઉજાગર...

પાટણ યુનિવર્સિટી ને ગુજરાતી ભવન માટે સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળી છે : કા.રજિ.કે. કે.પટેલ…

૨૧ મા ત્રિદિવસીય હેમ ચંદ્રાચાર્ય સમારોહ પ્રસંગે પ્રો.રાધાવલ્લભ ત્રિપાઠી...