પોલીસે મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા..
પાટણ તા. 28 પાટણની પીપલાણા શાળામાં ધો. 9 મા અભ્યાસ કરતા વિધાર્થીએ સોમવારે અગમ્ય કારણોસર ઘરેથી કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલું કરતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. તો બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણની પીપલાણા શાળામાં ધોરણ નવ માં અભ્યાસ કરતા ચંદ્રેશ પરમાર સોમવારે ઘરેથી શાળાએ જવાનું કહ્યા બાદ કેનાલમાં પડી આત્મહત્યા કરતા અને બનાવની જાણ પોલીસ ને થતાં ધટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી પંચનામું કરી પીએમ કરાવી મૃતકના પરિવાર જનોને લાશ સુપ્રત કરતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. પીપલાણા ગામની શાળાના વિધાર્થી ચંદ્રેશ પરમાર કેનાલમાં કૂદી આત્મહત્યા ક્યા કાણોસર કરી છે તે જાણી શકાયું નથી જો કે આ બાબતે પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા નું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી