google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના વાખૂંદર ગોગાધામમાં બળેવ નો મેળો ભરાયો..

Date:

કાગ પરિવારોએ ગોગા મહારાજને સુખડીનુ નૈવેધ તેમજ માટી,કપડાનો ઘોડો અર્પણ કરી પરંપરા નિભાવી.

પાટણ તા. 30
હારીજ તાલુકાના વાખુંદર ગામે 700 વર્ષથી પ્રાચીન ગોગા મહારાજનુ મંદિર આવેલુ છે. અહીં નિજ સંકુલ ખાતે વાઘેશ્વરી માતા, હનુમાન દાદા, સિકોતર માતાના પણ મંદિર છે. નિજ મંદિર ખાતે 300 વર્ષથી દૂધા રામપુરા, રોડા, દુનાવાડા, કાતરા, ખાનપુરડા, દાદર સહિતના ગામોમાં વસતા કાગ પરિવારો બળેવના દિવસે અહી નૈવેધ ચડાવવા ચોક્કસ આવે છે.સવારે સુખડીનો પ્રસાદ ચડાવ્યા બાદ લોકો મેળામા આનંદ ઉલ્લાસ સાથે મેળાની મજા લે છે. અને ત્યારબાદ એકબીજા ના ખબર અંતર પૂછી રક્ષા બંધન પર્વની ઉજવણી કરે છે.

મંદિર ટ્રસ્ટી ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, થોડા વર્ષો અગાઉ અહી પ્રત્યેક કાગ પરિવારો એક વ્યક્તિને ચાલતા નૈવેધ ચડાવવા આવતા પરંતુ હવે ટ્રેકટર મા નૈવેધ ચડાવવા આવે છે. જૉ કે આ દિવસે શ્રદ્ધાળુઓ ચાલતા આવવાની પરંપરા નિભાવે છે. પરંતુ તે ફરજિયાત નથી. નિજ મંદિર ખાતે વર્ષોથી આવેલો એક રાફડો પણ છે એવું માનવામાં આવે છે કે આ રાફડામાં ચોરી કરનાર વ્યક્તિ હાથ નાખી શકતો નથી. જેથી ભક્તો તેને દેશી નાર્કો ટેસ્ટ પણ કહે છે.સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બળેવ તેમજ પ્રતિ માસની ચૌદસ ના દીવસે વિષેશ દર્શન માટે લોકો આવે છે. અહી વનવિભાગ દ્વારા સુંદર વનીકરણ કરવામાં આવ્યું છે. જેથી આ મંદિર હવે પર્યટન સ્થળ તરીકે વિકસિત થવા જઈ રહ્યુ છે. શહેરી ભાગદોડમાં પ્રકૃતિની વચ્ચે શ્રદ્ધાનું કેન્દ્ર હવે પોતાની આધ્યાત્મક તાકાતના પરચા પૂરી રહ્યુ છે. અને ભક્તો પણ પોતાની મનોકામના પુર્ણ થતા અહી માથું ટેકવીને માનતા પૂરી કરે છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે ત્રિ દિવસીય વિવિધ કાર્યક્રમો યોજાશે.

પરશુરામ રથયાત્રા સમિતિ દ્વારા પત્રકારોને કાર્યક્રમોથી માહિતગાર કરાયા..ભગવાન પરશુરામજીના...

રાધનપુરના રાપરિયા હનુમાનજી મંદિર ખાતે જીણોર્દ્ધાર નુ મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત કરાયું..

ગૌશાળા,આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર સહિત અન્ય સેવા પ્રવૃતિ ની...