google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નગરપાલિકા અને સિદ્ધપુર નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતની અઢી વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી જાહેર…

Date:

પાટણ નગરપાલિકા ખાતે આગામી 11 સપ્ટેમ્બર અને સિદ્ધપુર નગરપાલિકા ખાતે 12 નવેમ્બર તો જિલ્લા પંચાયતની 13 નવેમ્બરે ચૂંટણી યોજાશે..

પાટણ તા. 31 પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂંટણી નું ગુરૂવારે જાહેરનામું બહાર પડતા જ પાટણ,સિદ્ધપુર માં ચૂંટણીની ગતિવિધિઓ તેજ બની ગઇ છે અને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખની મુદત તા 14-9-23 ના રોજ પૂર્ણ થાય છે.પાટણ નગર પાલિકા ના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તા. 11-9-23 ના સવારે 11 કલાકે પાટણ પાલિકાના સભા ખંડ માં યોજાશે . પ્રમુખ, ઉપપ્રમુખ પદ ની બેઠક અનુસૂચિત જાતિ માટે આગામી અઢી વર્ષ માટે થનાર છે જેને લઇને તો નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે અત્યારથી જ નગરસેવકોએ લોબીંગ શરૂ કરી દીધું છે. પ્રમુખ પદ માટે ત્રણ નામો ચર્ચાઈ રહ્યા છે જ્યારે ઉપપ્રમુખ પદની રેસમાં પણ અનેક નામો ચર્ચા રહ્યા છે. સિદ્ધપુર નગર પાલિકા માં મહિલા પ્રમુખ અને ઉપ પ્રમુખ ની અઢી વર્ષની મુદત 14-9-23ના રોજપુરી થાય છે તે ચૂંટણી માટે આગામી 12-9- 23ના રોજ સિદ્ધપુર નગર પાલિકા ના સભા ખંડ મા યોજાશે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડ છે અને તેના 44 સભ્યો છે. જેમાં ભાજપના 39 અને કોંગ્રેસના 5 સભ્યો છે એટલે ભાજપને સ્પષ્ટ બહુમતી છે. આથી ભાજપના ઉમેદવાર પ્રમુખપદે આસાનીથી ચૂંટાઈ આવે તેવી શક્યતા છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવા પાલિકાની જનરલ સભા પાટણ મદદનીશ કલેકટરના પ્રમુખ સ્થાને મળશે.પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં જ પાટણ ,સિદ્ધપુર નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાટણ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2021માં થયેલી છે અને તેની પ્રથમ સભા તા.18/03/2021 ના રોજ મળેલ છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-81 ની પેટા કલમ-(2) મુજબ જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત તા17/09/2013 ના રોજ પૂર્ણ થતી હોય, બાકી રહેતી મુદત માટે આ કલમની પેટા કલમ- (3) મુજબ હાલના પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દાની મુદત પુરી થતા ચૂંટણી માટે ખાસ બેઠક 13-9 -23ના રોજ જિલ્લા પંચાયત પાટણ ખાસ બેઠક બોલાવી છે જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા માટે અનામત જાહેર કરેલ છે.ત્યારે આગામી 13-9-23ના રોજ જિલ્લા પંચાયત ના સભા ખંડ ખાતે જિલ્લા પંચાયત ફરી મહિલા પ્રમુખ ઉપ પ્રમુખ માટે ચૂંટણી યોજાશે.જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલા પ્રમુખ બનશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ડૉ. આંબેડકરના 67 મા મહા નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

જિલ્લા હોમગાડૅ યુનિટ દ્રારા રેલી નું આયોજન કરવામાં આવ્યું..પાટણ...

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ની સત્યાપન બેઠક યોજાઈ..

પાટણ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની સત્યાપન બેઠક યોજાઈ.. ~ #369News