fbpx

પાટણ APMC ની ચૂંટણી મા ખેડૂત વિભાગ મા ભાજપાની પેનલને સમર્થન મળ્યુ..

Date:

ખેડૂત વિભાગના અન્ય ઉમેદવારે લેખિતમા ભાજપ ને સમર્થન જાહેર કર્યુ..

પાટણ તા. 31 પાટણ એપીએમસી ની 16 ડિરેક્ટરોની ચૂંટણી તા. 4-સપ્ટેમ્બર ના રોજ યોજાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલ ના 16 માથી વેપારી વિભાગના 4 તથા ખરીદ વેચાણ વિભાગ ના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમજ ખેડૂત વિભાગ મા કુલ 11 ફોર્મ ભરાતા ચૂંટણીની શક્યતાઓ સેવાઈ હતી, ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિભાગ ની પેનલ સિવાય વિસલવાસણા ના ખેડૂત પટેલ દિનેશભાઈ કાશીરામભાઇ એ ઉમેદવારી પત્ર ભર્યુ હતુ , પરંતુ તેઓની નાદુરસ્ત તબિયત ના લીધે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી શક્યા નોહતા જેઓએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. દશરથજી ઠાકોર ને રુબરુ મળીને તેઓ ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિભાગ ના ઉમેદવારોને લેખિતમા સમર્થન આપી પક્ષ ની આખેઆખી પેનલને સમર્થન જાહેર કર્યુ હતુ. તેમજપાટણ એ.પી.એમ.સી.મા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ મા આગામી દિવસોમા પાટણ ના ખેડૂતો પગભર બનશે તેવો નિર્ધાર કર્યૉ હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા..

રાધનપુર હાઇવે માર્ગ પર નાસ્તાની લારી ઉપર જૂથ અથડામણ સર્જાતા પાંચ ધવાયા.. ~ #369News

પાટણની અખંડ આનંદ સોસાયટીમાં આવેલ શ્રી અખંડે શ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરાઈ..

મંદિર પરિસર ખાતે શિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવાયા. પાટણ...

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે માતાજીની અસવારીમાં ભાવિક ભક્તો ઉમટયા..

પાટણ તા. ૧૯શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધન ના પવિત્ર દિવસે...