પાટણ તા. 4 પાટણ જિલ્લામાં અનુસુચિત જાતિ ના વિધાર્થીઓને શિષ્યવૃતિ માટે પી.એફ.એમ.એસ (PFSM)ની રકમનું ઓનલાઈન ચુકવણું થતું હોય છે પરંતુ પોર્ટલ પર ટેકનીકલ કારણોસર એરર આવી જતા વિધાર્થીઓનુ ઓનલાઈન ચુકવણું રીજેકટ થયેલ હોય ત્યારે એવા વિધાર્થીઓને સત્વરે શિષ્યવૃતિ નુ ચુકવણું કરવા અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્રારા જેતે વિભાગના અધિકારી ને ભલામણ કરતો લેખિત પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી