google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો..

Date:

પાટણ તા. 6 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા 6 સપ્ટેમ્બર 2023 ના રોજ પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેકટિવ સાધનો ના માધ્યમથી વિદ્યાર્થીઓનું નિર્દેશન કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રકાશીય ઉપકરણ, તેના સિદ્ધાંત અને તેના ઉપયોગો સાથે વિદ્યાર્થીઓ પોતાના ઘર પર આ ઉપકરણો કઈ રીતે બનાવી શકે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.

સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો સુમિત શાસ્ત્રીએ જણાવ્યુ કે તબીબી પ્રગતિમાં, સંચાર તકનીકોને વધારવામાં, કોષોનો અભ્યાસ કરવા માટે ના માઇક્રો સ્કોપથી લઈને ઈન્ટરનેટ ટ્રાન્સમિશનમાં ફાઈબર ઓપ્ટિક્સ સુધી આ પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ થાય છે. ભારતીય અવકાશ સંશોધનમાં અવકાશી પદાર્થોનું અવલોકન કરવા અને વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે ટેલિસ્કોપ, સ્પેક્ટ્રોસ્કોપ અને કેમેરા જેવા પ્રકાશીય ઉપકરણોનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓ પ્રકાશીય ઉપકરણો વિશે જાણીને રોમાંચિત થયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની બી.ડી.હાઈસ્કૂલના આચાર્યને બદનામ કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી..

બી.ડી.હાઇસ્કુલના આચાર્ય એ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મામલે...

ધારપુર ની જી. એમ. ઈઆર. એસ. હોસ્પિટલ ને આઇ બેન્ક ની મંજૂરી મળી..

પાટણ તા. ૩પાટણ સમીપ આવેલ ધારપુર ની જી. એમ....

પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ ના વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને મંત્રી ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી..

મંત્રી દ્વારા વિધાર્થીઓના હિતમાં આ મામલે ત્વરિત નિરાકરણ લાવવાની...

હારીજની કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ, મંત્રીએ ખેડૂતો ના નામે ઉચાપત કરી હોવાના આક્ષેપો ઉઠયા..

હારીજની કુકરાણા સેવા સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ, મંત્રીએ ખેડૂતો ના નામે ઉચાપત કરી હોવાના આક્ષેપો ઉઠયા.. ~ #369News