fbpx

પાટણની તપોવન શાળાના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી…

Date:

શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કૃષ્ણ-ગોવાળિયાના પરિધાનમાં સજજ બની જન્માષ્ટમીના ઉત્સવને યાદગાર બનાવ્યો..

પાટણ તા. 6 શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં હિન્દુ સંસ્કૃતિ નું સિંચન કરતી શૈક્ષણિક સંસ્થા એટલે તપોવન સ્કૂલ કે જ્યાં અવાર નવાર ધાર્મિક ઉત્સવોની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરી હિંદુ સંસ્કૃતિના ધાર્મિક તહેવારોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વના પૂર્વ દિવસે એટલે કે શીતળા સાતમ ને બુધવારના પવિત્ર દિવસે શાળા પરીસર ખાતે જન્માષ્ટમી પર્વની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિ સભર માહોલમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગન ભેદી નારા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

તપોવન શાળાના ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચાહંન ભરતભાઈ રાવળે ભગવાન શ્રીકૃષ્ણ ના પરિધાન મા સજજ બન્યા હતા. તો અન્ય વિધાર્થીઓએ ગોવાળિયાઓનો પહેરવેશ પરિધાન કરી જન્માષ્ટમીના પવૅની ઉજવણી ને યાદગાર બનાવી હતી. શાળાના સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં સહભાગી બનેલા શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જીમખાના ગ્રાઉન્ડ ખાતે પાટણ જિલ્લા પોલીસ ટીમ અને જીમખાના ટીમ વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ..

મેચ પૂર્વે જિલ્લા પોલીસવડા નું જીમખાના ક્રિકેટ એસોસિએશન દ્વારા...

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગરીબો માટે વરદાનરૂપ બનતી PMGKY યોજના..

પાટણમાં PMGKY યોજના અંતર્ગત પ્રતિ માસ 10 લાખથી વધુ...