google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે પંચમુખી હનુમાન મંદિરથી કુબેરેશ્વર મહાદેવ સુધી કાવડ યાત્રા યોજાઈ….

Date:

કાવડ યાત્રા મા પૂવૅ પ્રદેશ મહામંત્રી સહિત મુસ્લીમ સમાજના આગેવાને કાવડ ઉપાડી કોમી એખલાસ ના દિદાર કરાવ્યા..

પાટણ તા. 11 શ્રાવણ માસના છેલ્લા સોમવાર ના પવિત્ર દિવસે પાટણ શહેર માં જોશી પરિવાર દ્વારા કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા પંચમુખી હનુમાન મંદિર થી વાજતે ગાજતે નીકળી ને શહેરના સિદ્ધિ સરોવર પાસે આવેલા સુપ્રસિદ્ધ કુબેરેશ્વર મહાદેવ ખાતે સંપન્ન બની હતી.

કાવડ યાત્રા નું મુસ્લિમ સમાજ ના અગેવાનો દ્વારા પણ સ્વાગત કરી કોમી એકતા ના દિદાર કરાવ્યા હતા. આ કાવડ યાત્રા પંચમુખી હનુમાનજી મંદિર થી નીકળી વિવિધ શહેર ના વિવિધ માર્ગો ઉપર ફરી શહેર ના સિદ્ધિ સરોવર પાસે આવેલ કુબેરેશ્વર મહાદેવ ખાતે સંપન્ન બની હતી . ત્યાં ભગવાન મહાદેવ નો જય ઘોષ થયો હતો અને શિવલિંગ ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો.

આ કાવડ યાત્રા મા ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, પાલિકા ની સ્વચ્છતા શાખા ના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં જોશી પરિવારજનો અને પાટણના ધમૅપ્રેમી નગરજનો જોડાયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related