fbpx

પાટણ ના પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર માં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે શિવ ભકતો દ્રારા પંચવક્રપૂજા કરાઈ..

Date:

પાટણ તા. 15 પાટણ નાં સાલવીવાડા કલારવાડા વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પૂણૉહુતિ પ્રસંગે ભગવાન શિવજી ની વિશેષ મહાપૂજા ગણાતી શ્રી પંચવક્ર પૂજા પાટણ નાં વિદ્વાન શાસ્ત્રી ડો.અમિતભાઈ ઓઝા સહિત ના ભૂદેવો ના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે શિવભક્તો દ્વારા કરાવવામાં આવી હતી. શિવજી ની આ વિશેષ પૂજામાં સૌ પ્રથમ શિવજીનાં ગણો અને આયુધોની પૂજા વિધિ,પવિત્રી કરણ, ભૂશુધ્ધિ,ભૂતશુધ્ધિ,ન્યાસ, અંતઃમાતૃકાપૂજન, બર્તિમાતૃકાપૂજન, ભસ્મધૂલન, રુદ્રીપાઠ તેમજ મહા અભિષેક કરાયો હતો.

આ વિધિ મા શિવ ભકત યજમાનો એ શિવસ્વરુપ ધારણ કરેલ હોય તેવા ભાવ સાથે શિવજીનાં પાંચ મુખની પૂજા જેમાં પશ્ચિમ દિશામાં બ્રહ્મા સ્વરુપ, ઉત્તર દિશામાં વિષ્ણુ સ્વરુપ, દક્ષિણ દિશામાં શિવજીનાં અઘોર સ્વરુપ, પૂર્વ દિશામાં ઇષ્ટ સ્વરુપ, ઉર્ધ્વ દિશામાં શિવજીના સૌમ્ય સ્વરુપ તેમજ પાતાળ દિશામાં હાટકેશ્વર મહાદેવનું પૂજન ષોડષોપચાર વિધી થી દરેક પૂજાનાં અલગ અલગ પત્ર-પુષ્પ, ચંદન, અભિષેક, ધૂપ-દીપ,નૈવેધ અર્પણ કરી કરવામાં આવ્યું હતું. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત આ વિશેષ પુજામાં આખો શ્રાવણ માસ મંદિર મા નિયમિત પૂજા કરતા ડો.શૈલેષ બી.સોમપુરા,નીતીનભાઈ રામી,ભરતભાઈ મોદી,દિનેશભાઈ પટેલ, નિમેષભાઈ ગોલે સહિતના શિવ ભકતો દ્વારા પૂજાનો લાભ લેવામાં આવ્યો હતો. શિવજી ની આ વિશેષ પૂજા ના દશૅન પ્રસાદનો મહોલ્લાના રહીશો એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

નાના નાયતા થી વાઘી,ચારુપ,કિમ્બૂવા સુધીના રસ્તાનું કેબીનેટ મંત્રી એ ખાતમુહૂર્ત કયુઁ…

રૂ. 8 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ ગામોને ગુજરાતના...

બાથરૂમમાં સ્નાન કરવા ગયેલી યુવતીનો મોબાઇલમાં વિડીયો ઉતારનાર યુવાન સામે યુવતીએ ફરિયાદ નોંધાવી.

પાટણના સુભાષચોક વિસ્તારમાં વણકરવાસની ત્રીજી શેરીમાં બનેલ બનાવને લઈ...

જંગરાલ 108 સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ મા સફળતાપૂર્વક ડીલેવરી કરાવી..

પાટણ તા. 27જંગરાલ 108 ના સ્ટાફે પ્રસવ વેદના ભોગવતી...