fbpx

યુનિવર્સિટી રાષ્ટ્રીય સેવા યોજના દ્ધારા પ્રિ.NSS ડે પસંદગી કેમ્પની શિબિર યોજાઈ..

Date:

પાંચ જિલ્લાની અલગ અલગ કોલેજો માંથી 137 સ્વયં સેવકોએ જુદી જુદી 8 સ્પધૉ મા ભાગ લીધો..

પાટણ તા. 15 હેમચંદ્રાચાર્ય ઉ. ગુજરાત યુનિવર્સિટી પાટણ રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા પ્રી એન.એસ.એસ.ડે પસંદગી કેમ્પની શિબિર યોજાઈ હતી.

જેમાં યુનિવર્સિટીમાં આવતી પાંચ જિલ્લાની અલગ અલગ કોલેજો માંથી કુલ 137 સ્વયં સેવકો એ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, શીઘ્ર કાવ્ય સ્પર્ધા, એક પાત્રિય અભિનય, રંગોળી સ્પર્ધા, ઈન્સ્ટૂમેન્ટ મ્યુઝિક સ્પર્ધા, શીઘ્ર સંસ્કૃત શ્લોક સ્પર્ધા જેવી વિવિધ આઠ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.આ શિબિરમાં એન.એસ.એસ.યુનિટના પ્રોગ્રામ ઓફિસરો હાજર રહ્યા હતા.

આ સ્પર્ધામાં વિવિધ કોલેજ માંથી પસંદગી પામેલ સ્વયં સેવકોને રાજ્ય કક્ષાની એન.એસ. એસ.ડે ઉજવણીમાં ભાગ લેવા માટે વિદ્યાનગર એસ.પી.યુનિવર્સિટી ખાતે મોકલી આપવામાંઆવશે. આ અંગે NSS કો ઓર્ડીનેટર ડો. જય વાય ત્રિવેદી, સહાયક મિતેશભાઈ પટેલ, રૂપલબેન વ્યાસ દ્વારા સુંદર આયોજન કરાયું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સાતલપુર તાલુકાના દાત્રાણા ગામે મોડી રાત્રે ખેડૂતના વાડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી..

આગની ઝપેટમાં વાડામાં રખાયેલ ઘાસચારો અને ગાડુ બળીને રાખ...

મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ ની શુભેચ્છા મુલાકાત લેતા કે.સી.પટેલ અને તેમના ધર્મપત્ની..

ગુજરાત ભાજપના સંગઠનમાં સાથે કરેલા કાર્યોને વાગોળી જૂની યાદો...