fbpx

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસની પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉજવણી કરાઈ..

Date:

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે કેક કાપી બાળકોને નાસ્તા નું વિતરણ કરાયું..

પાટણ તા. 17 ગુજરાતના પનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તારીખ 17મી સપ્ટેમ્બર ને રવિવારના શુભ દિન જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ આયોજિત કરવામાં આવ્યા હતા ત્યારે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની સેવાકીય કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ગુરુકુળ હાઇસ્કુલ ખાતે કેક કાપી જરૂરિયાતમંદ પરિવારના બાળકોને નાસ્તા નું વિતરણ કરી વડાપ્રધાનના નિરોગી અને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આયોજિત કરાયેલા સેવાકીય કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા,ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ગંગારામભાઈ સોલંકી,પાટણ જિલ્લા મોરચાના પ્રભારી નવીનભાઈ પરમાર,પ્રદેશ મોરચા મીડિયા કન્વીનર મનીષભાઈ સોલંકી,પ્રદેશ મોરચાના પૂર્વ કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ,જિલ્લા મોરચા પ્રમુખ વશરામભાઈ વઢીયારી, જિલ્લા મંત્રી મધુબેન સેનમા, શહેર પાટણ મંત્રી સાધનાબેન, મહિલા મોરચા શહેર ઉપપ્રમુખ મીનાબેન સહિત મોટી સંખ્યામાં મોરચાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી દ્રારા ૨૦ જુન થી શરૂ થનાર પૂરક પરિક્ષા ની તારીખ લંબાવી ૨૬ જુન કરાઈ..

પાટણ યુનિવર્સિટી દ્રારા ૨૦ જુન થી શરૂ થનાર પૂરક પરિક્ષા ની તારીખ લંબાવી ૨૬ જુન કરાઈ.. ~ #369News