બનાવના પગલે પાલિકા પ્રમુખ સહિત વિસ્તારના કોર્પોરેટરો ધટના સ્થળે દોડી આવ્યા..
શહેરમાં જર્જરીત બનેલા મકાનોથી સચેત રહેવા પાલિકા પ્રમુખની નગરજનોને અપીલ કરાઈ..
પાટણ તા.19 પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તાર માં આવેલ ખાલકપરા કુંભારવાસમાં જર્જરીત બનેલ ઈશ્વરલાલ ચુનીલાલ પ્રજાપતિ નું મકાન છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદના પગલે મંગળવાર ની વહેલી સવારે ધરાસાઈ બનતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. જોકે મકાન ધારાસાઈ થયું ત્યારે વિસ્તારમાં કોઈની અવર-જવર ન હોય તેમજ જજૅરિત મકાન પણ બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ ન થતાં વિસ્તારના રહિશો સહિત તંત્ર એ રાહત અનુભવી હતી.
છેલ્લા બે દિવસથી પાટણ શહેરમાં ભારેથી અતિભારે પડી રહેલા વરસાદના કારણે જર્જરીત બનેલા મકાનો જોખમ રૂપ બન્યા છે. ત્યારે સોમવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવતા ખાલકપરા કુંભારવાસમાં ઇશ્વર ભાઇ ચુનીલાલ પ્રજાપતિ નું જર્જરીત બનેલ મકાન વહેલી સવારે ધરાસાઈ બનતા મહોલ્લાના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
જોકે મકાન ધરાસાઈ થવાની ઘટનામાં કોઈ જાનહાની ન થતા રહીશોએ તેમજ તંત્રએ રાહતનો દમ લીધો હતો. તો જર્જરીત બનેલ મકાન થરાસાઈ થયું હોવાના બનાવની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર તેમજ આ વિસ્તારના કોર્પોરેટરોને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધરાસાઈ બનેલ મકાનનો કાટમાળ દૂર કરવા માટે પાલિકા કર્મચારીઓને આદેશ આપી આવા જર્જરીત અને પડવાના વાકે ઉભેલા મકાનો થી સચેત રહેવા રહીશોને અપીલ કરી હતી.સાથે સાથે શહેરમાં પડવાના વાંકે ઉભેલા જર્જરીત મકાનો મામલે પણ પાલિકાની ટીમને સૂચના આપી આવા જર્જરીત મકાનો કોઈ જાનહાનિ કે નુકસાન ન પહોંચાડે તે બાબતે લોકોને જાગૃત રહેવા જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી