પાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,પક્ષના નેતા સહિત ટીમે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ ની સફાઇ ના આદેશ કયૉ.
પાટણ તા. 19 પાટણ શહેર માં છેલ્લા ત્રણ દિવસ થી વરસી રહેલા મેધ રાજાને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ સજૉવા પામી છે.તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ કેનાલો પૈકી મોટા ભાગની કેનાલમાં ગંદકી ફેલાયેલી હોવાથી વરસાદી પાણીના નિકાલ ની સમસ્યા પણ જટિલ બની છે ત્યારે શહેરીજનોની સમસ્યા ને નિવારવા નવનિયુક્ત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ની ટીમ કટીબદ્ધ બની કામગીરી કરી રહ્યા છે.
મંગળવારે પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ,સીઓ નિતિનભાઇ,ઇજનેર મોનીલભાઈ ,કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ,પક્ષના નેતા દશરથજી ઠાકોર ,શહેર ભાજપ અધ્યક્ષ કિશોરભાઇ મહેશ્વરી,કોર્પોરેટર દેવચંદભાઇ પટેલ,ઉદય પટેલ સહિતના ઓએ ગોલ્ડન ચોકડી થી નવજીવન સોસાયટી તરફના નાળા ની સ્થળ તપાસ કરી જરૂરી વિચાર વિમશૅ કરી વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ ની સફાઇ કામગીરી હાથ ધરવા કમૅચારીઓને સુચનાઓ આપી વિસ્તારની સમસ્યા હલ કરવા પ્રયાસ હાથ ધરતા વિસ્તારના રહિશો એ પાલિકા ટીમ ની કામગીરી ને સરાહનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી