પાટણના ૧૨ પરિક્ષા કેન્દ્રો ઉપર ૨૧૦૭ વિધાર્થીઓએ ગુજકેટ ની પરિક્ષા આપી…

પાટણ તા. ૩૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી-ફાર્મસી ના અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે પાટણ જિલ્લા ના 12 પરીક્ષા કેન્દ્રો પર ધોરણ 12 સાયન્સના 2107 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા રવિવારે શહેરની કે. કે. ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી.

સવાર થી બપોર સુધી અલગ-અલગ ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. પાટણ શહેરની કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગુજકેટ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પોતાની હોલ ટિકિટ અને આઇડી કાર્ડ ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો ત્રણેય સેસન માં શાંતિપૂર્ણ માહોલ માં વિદ્યાર્થીઓએ ગુજકેટ ની પરીક્ષા આપી હતી.

પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે ધોરણ- 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ, ફાર્મસી, વેટરનરી અને એગ્રિકલચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં પાટણ જિલ્લા ના 12 કેન્દ્રો પર ના 108 બ્લોક માં 2107 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ નું 120 માર્કસનું પેપર લેવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં ગુજકેટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 1815 વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમમાં 291 અને હિન્દી માધ્યમમાં એક વિદ્યાર્થી મળી કુલ 2107 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં 1195 વિદ્યાર્થીઓ અને 912 વિદ્યાર્થિનીઓનો સમાવેશ હતો. ગુજકેટની પરીક્ષામાં એ ગ્રુપમાં 508 વિદ્યાર્થીઓ, બી ગ્રુપમાં 1596 અને એબી ગ્રુપમાં ત્રણ વિદ્યાર્થીઓ હતા. આમ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ માં ગુજકેટ ની પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.