fbpx

સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત પાટણ જિલ્લાના 29 ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરાઈ…

Date:

પાટણ તા. 22 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્વારા સ્વચ્છતા હી સેવા કમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્પેઇનનો ઉદ્દેશ કચરા મુક્ત પાટણ જિલ્લાને બનાવવાનો છે. આ કમ્પેઇન 15 મી સપ્ટેમ્બર થી આગામી 15 મી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. આ કેમ્પેઈન અંતર્ગત જિલ્લાના કુલ 29 ગામોમાં વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. 29 ગામોમાં સફાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

ગામની શાળાઓ, આંગણવાડીઓ , પંચાયત, તેમજ જાહેર સ્થળોએ અને જાહેર રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી જયંતિના ભાગરૂપે શરૂ કરાયેલા આ કેમ્પેઈન અંતર્ગત જાહેર સ્થળોની સાફ-સફાઈ, સરકારી સંપત્તિઓના સમારકામ રંગોરોગાન અને સફાઈ, ભીંત ચિત્રો દોરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, સફાઈ કર્મચારીના હેલ્થ ચેકપ કેમ્પ, ગામડાની તમામ શાળા કોલેજોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.

સ્વચ્છતા યાત્રાને પ્રોત્સાહિત કરવા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. સ્વચ્છતા કામદારોની ભૂમિકા અનુસાર 15 માં નાણાપંચ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી પીપીઈ કીટ ખરીદવામાં આવશે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે પાટણ જિલ્લાને કચરા મુક્ત બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાટણ દ્રારા સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી નું યજમાન પરિવાર દ્વારા અંદાજિત રૂપિયા પાંચ લાખનુ મામેરૂ ભરાશે..

મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ પૂર્ણ...

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ..

પાટણ નગરપાલિકા ને ગુજરાત સરકાર દ્રારા અધતન ટેકનોલોજી સાથેની ઈમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ ની ભેટ.. ~ #369News

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિક નિયમન નું પાલન કરાવવા પોલીસે કમર કસી..

પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર ટ્રાફિક નિયમન નું પાલન કરાવવા પોલીસે કમર કસી.. ~ #369News