fbpx

પાટણ જિલ્લામાં બે આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ એનાયત કરાયા…

Date:

પાટણ તા. ૩૦

પાટણ જિલ્લામાં કુલ બે આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે. જિલ્લાનાં આયુષ્માન આરોગ્ય મંદિર ઉમરૂ અને ધારપુરને દિલ્હી એન.
એચ.આર.સી.ની ટીમ દ્વારા એસેસમેન્ટ કરાયા બાદ ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓને લઈ પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.

જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વી.એ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિરનું દિલ્હીની ટીમો દ્વારા NQAS એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

જેના પરિણામ સ્વરૂપ આયુષ્માન આરોગ્ય મંદિર ઉમરૂ 82.15% સ્કોર અને આયુષ્માન આરોગ્ય મંદિર ધારપુર 95.85% સ્કોર મેળવતાં નેશનલ લેવલનું આ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસ૨ ડૉ. નરેશ પટેલ તેમજ સંબંધિત કેન્દ્રોના મેડિકલ ઓફિસ૨ ડૉ પી.આર ઝાલા અને ડૉ મયુર ઠક્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સહિત કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા આરોગ્યની ગુણવત્તા સભર સેવાઓને ધ્યાને લઈ આ સિદ્ધિ મળેલ છે.

આ આરોગ્ય કેન્દ્રો ખાતે સગર્ભા માતાની પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સંભાળ, નવજાત શિશુની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર-કિશોરીની પૂરતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ, રોગચાળા દરમિયાન આપવાની થતી સેવાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ તેમજ ઓપીડીની સેવાઓ, ડિલિવરી સેવાઓ સહિત તમામ આરોગ્યલક્ષી સેવાઓમાં ક્વોલિટીના 12 માપદંડો ચકાસી NQAS National Level Certificate એનાયત કરાયું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ નગરપાલિકા ના 12 વીજ કનેક્શનનો યુજીવીસીએલ દ્રારા કાપી નખાયા..

હારીજ નગરપાલિકા ના 12 વીજ કનેક્શનનો યુજીવીસીએલ દ્રારા કાપી નખાયા.. ~ #369News

યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની બે દિવસીય ચિંતન શિબિર ઉદયપુર ખાતે યોજાઈ…

પાટણ તા. ૧૮હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અને...

જિલ્લાની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ અને ભંગારના નિકાલની કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. 2 લોકોમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન...