fbpx

નારી તું નારાયણી શબ્દને સાથૅક કરવા પાટણમાં નિમૉણ પામેલ નારી હોસ્પિટલ નો શુભારંભ..

Date:

ડો. ભરતભાઈ ઠકકર અને ડો.જીતુભાઈ પટેલ ના સંયુક્ત સાહસરૂપ નિમૉણ પામેલ નારી હોસ્પિટલ ની શુભેચ્છાઓ વ્યકત કરાઈ.

પાટણ તા. 24 તબીબી શહેર તરીકે આગવી ઓળખ ઉભી કરનાર પાટણ શહેરમાં ડો. ભરતભાઈ ઠકકર અને ડો. જીતુભાઈ પટેલના સંયુક્ત સાહસ રૂપે શહેરના પાટણ પાટણ ચાણસ્મા હાઈવે માગૅ પર જિલ્લા ભાજપ કાર્યાલય નજીક અધતન સુવિધા સભર આકાર પામેલી નારી હોસ્પિટલ નો રવિવારે દબદબાભર્યા માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નારી હોસ્પિટલ ના પ્રારંભ પ્રસંગે બન્ને ડોકટર મિત્રો ના માગૅદશૅક ડો. નવીનભાઈ ઠકકરે હોસ્પિટલ પ્રારંભ ની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે પાટણ ની ઐતિહાસિક પ્રભુતાને દેશના વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી એ રાણકી વાવને હેરિટેજમાં સ્થાન આપીને ભારત દેશ જ નહીં પણ વિશ્વના આગવા શહેર તરીકે પાટણને ઐતિહાસિક શહેર તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.

દાયકાઓ પહેલા માત્ર એક સર્જન અને એક ફિઝિશિયન અને એક સંસ્થાની હોસ્પિટલ થી પાટણ એ પાટણ જિલ્લાના પશ્ચિમ બોર્ડર એરિયા કે જેવા કે રાજસ્થાન, કચ્છ,સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા એમ પાંચ જિલ્લાઓનું મેડિકલ હબ તરીકે પાટણ સેન્ટર જાણીતું હતું. આજે પાટણ શહેરમાં મેશ્વા અને લક્ષ્મી બન્ને હોસ્પીટલો કે જે 20 વર્ષથી સ્ત્રી અને પ્રસુતિ રોગોની હોસ્પિટલ તરીકે કાર્યરત રહી આગવી ઓળખ બનાવી છે ત્યારે આ બન્ને હોસ્પિટલો નું આજે સંયુક્ત નિર્માણ જેમ ઇન્ડિયાનું ભારત થયું છે એવી નારી હોસ્પિટલ દ્રારા થયું છે.

નારી તું નારાયણી એ શબ્દને સાર્થક કરવા અને સંસ્કૃતિમાં પણ નારીને નારાયણી ગણી છે ત્યારે અહીંયા પણ નારી ની સારવાર એક શાબ્દિક, પ્રમાણિત, નિષ્ઠાવાન અને સદભાવના થી થાય એ ભાવનાથી આજે નારી હોસ્પિટલ પાટણ શહેરમાં એક નવું નજરાણું લઈને ઉત્તર ગુજરાતની હોસ્પિટલ કહી શકાય તેવી બનાવી છે. અહીના બંને યુવાન ડોક્ટરો ભરતભાઈ ઠકકર અને જીતુભાઈ પટેલ કે જેઓએ 20 વર્ષથી પાટણ મા શહેર સહિત વિસ્તારમાં સ્ત્રી અને પ્રસુતિ રોગોના નિષ્ણાત તરીકે નામના પ્રાપ્ત કરી છે ત્યારે બન્ને તબીબી મિત્રો ના સંયુક્ત સાહસ ને તેઓએ બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.

પાટણ ખાતે રવિવારે નારી હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે રિલાયન્સ ના પરિમલ નથવાણી સાથે રાજકીય, સામાજિક આગેવા નો,મંત્રીઓ,પૂવૅ મંત્રીઓ,સરકારના અધિકારી,સચિવો,ધારાસભ્યો, શુભેચ્છક મિત્રો સહિત પાટણ અને ગુજરાત ભરમાંથી નામાંકિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ડો.ભરતભાઈ ઠકકર અને ડો. જીતુભાઈ પટેલ સહિત નારી હોસ્પિટલ ના તમામ સ્ટાફને શુભકામનાઓ પાઠવી હતી. નારી હોસ્પિટલ ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ આગંતુકો નુ ડો.ભરતભાઈ ઠકકર અને ડો.જીતુભાઈ પટેલ સહિત તેમના માગૅદશૅક ડો. નવીનભાઈ ઠકકર પરિવારે શાબ્દિક સ્વાગત સાથે આવકારી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી.. ~ #369News

પાટણ શહેર અને જિલ્લામાં બાળ લગ્નો થતા અટકાવવા તંત્રની અપીલ કરાઈ..

પાટણ તા. ૪પાટણ શહેર સહિત જિલ્લામાં અગામી "અક્ષય તૃતીય"...

પાટણ જીલ્લા ભાજપ દ્વારા ધારપુર મેડીકલ કોલેજ ખાતે કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનિંગનું આયોજન કરાયું ..

પાટણ જીલ્લા ભાજપ દ્વારા ધારપુર મેડીકલ કોલેજ ખાતે કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનિંગનું આયોજન કરાયું .. ~ #369News