fbpx

ઉત્તર ગુજરાતનો ભરતી મેળો સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો…

Date:

સિદ્ધપુરમાં આયોજિત ભરતી મેળામાં 2438 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ..

27 જેટલી નામાંકિત કંપનીઓએ વિવિધ પોસ્ટ માટે કરી ઉમેદવારોની પસંદગી…

પાટણ તા. 25 સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે મંગળવારે જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ, મહેસાણા, અને બનાસકાંઠાના 3500 થી વધુ રોજગારવાંચ્છુઓએ ભાગ લીધો હતો. કુલ 27 જેટલી નામાંકિત કંપની દ્વારા રોજગારવાંચ્છુઓનું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતુ. જેમાં પસંદગી થતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી હતી.

રોજગાર વિનિમય કચેરી પાટણ તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી આયોજિત ભરતી મેળામાં ધો.-8 પાસ , આઈ . ટી .આઈ પાસ, ધો.10 અને 12 પાસ, ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા ડિગ્રી, MBA, BCA, , B.PHARM , M.PHARM, B.TECH ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કુલ-27 જેટલા નોકરીદાતાઓ દ્વારા જુદી-જુદી ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કંપનીઓએ ઉમેદવારોની પસંદગી કરી હતી. જુદી-જુદી પોસ્ટ જેમ કે, સેલ્સ એક્ઝીક્યુટીવ, ફાર્માસીસ્ટ, કેમીસ્ટ, ટ્રેઈની, ઓપરેટર, મશીન ઓપરેટર , સેલ્સ એક્ઝીક્યુટીવ, બેક ઓફિસ, કોલ સેન્ટર એક્ઝીક્યુટીવ, માર્કેટીંગ એક્ઝીક્યુટીવ, ઈલેક્ટ્રીશીયન, ફીટર, ટેક્નીશીયન વગેરે જેવી જગ્યાઓ માટે કુલ 2438 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ઉમેદવારોને રૂ.13,000 થી રૂ.25,000 સુધીના પગારની નોકરી આપવામાં આવતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી હતી. રોજગાર ભરતીમેળામાં વેલસ્પન ઇન્ડિયા લી.અંજાર, ટાટા કન્સલટીંગ સર્વિસ લી. , વિરાટ બાયોપ્લાનટેક પ્રા.લી. અમદાવાદ, શારદા સન્સ પાટણ, બાણેશ્વરી ચેહર એન્ટરપ્રાઈઝ પાટણ, કેપ્રિગ્લોબલ કેપિટલ પ્રા.લી.મહેસાણા, એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયા પાટણ, કરીયર બ્રીજ સ્કિલ સોલ્યુશન પ્રા.લી. અમદાવાદ , એક્સીસ બેંક પાટણ વગેરે જેવી કુલ 27 નામાંકિત કંપનીઓએ હાજર રહીને પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના યુવાનોને ઘર આંગણે નોકરી આપી હતી.

ગોકુલ ગ્લોબલયુનિવર્સિટીના રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપુતની સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે,મંગળવારે કેબિનેટ મંત્રીની પ્રેરણાથી વિશાળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓની ઈચ્છા હતી કે પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના યુવાનોને રોજગારી મળી રહે તે માટે એક જ સ્થળ પર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આજરોજ આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 2438 જેટલા ઉમેદવારોની પ્રાથમિક રીતે પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારો ખુબ ખુશ થઈને અહીંથી ગયા છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના વિવિધ ગામોમાંથી આવેલ રોજગારવાંચ્છુઓને નામાંકિત કંપનીમાં નોકરી મળવાથી ઉમેદવારોના ચહેરા પર ખુશી છવાઈ હતી. એક્સીસ બેંક ખાતે નોકરી મેળવેલ પાટણના ઉમેદવાર મોનિકા મોદી હરખની સાથે જણાવે છે કે, ‘’આજે એક નામાંકિત કંપનીમાં નોકરી મળવાથી હું અને મારો પરિવાર ખુબ ખુશીની લાગણી અનુભવીએ છીએ. હું ઘણા સમયથી સારી નોકરીની શોધમાં હતી. રોજગાર ભરતી મેળો કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં રોજગાર અધિકારી પાટણ હિતેશ એચ. ગઢવી, રોજગાર અધિકારી પાલનપુર વી.એસ.પાંડોર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર હિંમતસિંહ રાજપુત, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ડાયરેક્ટર રોહિત સિકા, તેમજ રોજગાર કચેરીનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની બી.ડી.હાઈસ્કૂલના આચાર્યને બદનામ કરતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી..

બી.ડી.હાઇસ્કુલના આચાર્ય એ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મામલે...

પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ મથકના વર્ષ 2015 થી વષૅ 2022 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા નો નાશ કરાયો..

પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના 8 પોલીસ મથકના વર્ષ 2015 થી વષૅ 2022 દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા નો નાશ કરાયો.. ~ #369News