fbpx

પાનપાની આગામી ચુંટણીમાં 27℅ બેઠકો પછાત વર્ગ માટે અનામત ફાળવાઈ..

Date:

પાટણ તા. ૩
પાટણ નગર પાલિકા ની વર્તમાન ર્ટમ વર્ષ 25 -26 માં પુણૅ થયા બાદ તે પછી યોજાનારી શહેર ના 11 વોડૅના 44 સદસ્યો ની સામન્ય ચૂંટણી માં કુલ બેઠકો પૈકી પછાત વર્ગની વ્યકતીઓને 27 ટકા મુજબ બેઠક ની ફાળવણી કરાઈ હોવાનું સુત્રો તરફ થી જાણવા મળ્યું છે. ગુજરાત રાજ્યનાં મ્યુનિસિપલ એડમિનીસ્ટ્રે શન કમિશ્નરનાં આદેશથી તા.17 ઓગસ્ટ થી જારી કરેલા નોટિફીકેશન માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજયની તમામ નગર પાલિકાઓમાં કુલે બેઠકો પૈકી પછાત વર્ગની વ્યક્તિઓ માટે 27 ટકા મુજબ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે..

જે મુજબ પાટણ નગરપાલિકાની આગામી સામાન્ય ચુંટણી પણ 27 ટકા પછાત વર્ગ માટે અનામત બેઠકો સાથે યોજાશે. આ નોટિફિકેશન મુજબ પાટણ નગર પાલિકાની 11 વોર્ડની 44 બેઠકો પૈકી ચાર બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રહેશે જે પૈકીની 2 બેઠકો અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. એક બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે તથા 27 ટકા પછાત વર્ગ અનામતની જોગવાઈ મુજબ 12 બેઠકો ઓબીસી ઉમેદવારો માટે અનામત રહેશે જે પૈકીની છ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. જ્યારે 44 માંથી 22 બેઠકો એટલે કે, દરેક વોર્ડમાં બે મહિલા ઉમેદવારો મહિલાઓ માટે રિઝર્વ છે. પાટણ નગર પાલિકા માટે સરકારે જારી કરેલા નોટિફીકેશનમાં 2011ની વસતી ગણતરી મુજબ હાલમાં પાટણ નગર પાલિકાને 11 વોડૅ અને 44 કાઉન્સીલરો વચ્ચે વહેંચવામાં આવેલી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષ્ય માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી...

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું…

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું… ~ #369News

પાટણ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રત કરનાર બાળાઓને ફરાળી અલ્પાહાર સાથે ફ્રુટ વિતરણ કરાયું..

પ્રદેશ ભાજપ મંત્રી સહિત મહિલા મોરચાની બહેનોઓ સેવા પ્રવૃત્તિમાં...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સરસ્વતી તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ..

પાટણ તા. ૨૧પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ યોગ...