google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ગણેશોત્સવ માંથી જતા રહેવાનું કહેતાં અદાવત રાખીને ચાર જણાએ યુવાન પર હુમલો કર્યો..

Date:

પાટણ તા. 27 પાટણ નાં સાલવીવાડા વિસ્તારમાં ભીલવાસ પાસે ઠાકોર વાસનાં મહોલ્લામાં ગણેશોત્સવ દરમ્યાન કેટલાક લોકોની હરકતો શંકાસ્પદ જણાતાં તેમને જતાં રહેવા માટે અત્રેનાં એક વ્યકિતએ કહેતાં તેની અદાવત રાખીને ચાર જણાએ યુવાનને રાત્રે સાડા નવ વાગે પકડીને હુમલો કરી માર માર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોધાવા પામી છે. આ અંગેની મળતી વિગતો એવી છે કે, પાટણનાં સાલીવાવાડા ઠાકોરવાસમાં બે દિવસ પહેલાં ગણપતિ ઉત્સવ હતો ત્યારે ચાર વ્યક્તિઓ અહીંનાં ઉત્સવમાં આવ્યા હતા ને તેઓ આમથી તેમ આંટા મારતાં હતા. જેથી તેમની હરકતો યોગ્ય ન જણાતાં અત્રે રહેતાં વિશાલ રમેશજી ઠાકોર એ આ ચારેય લોકોને અહીંથી જતાં રહેવાનું કહેતાં તેઓ જતાં રહ્યા હતા. પંરતુ ગત તા.૨૪-૯-૨૩નાં રોજ વિશાલ તથા સંજય બંને જણા ડી.જે.નાં પૈસા આપવા માટે જતા હતા ત્યારે પાટણનાં જુની કાળકા મંદિર પાસે પહોંચતાં અહીં બેઠેલા ઉપરોક્ત ચારેય જણાએ વિશાલને જોઇને ગાળો બોલીને ‘તું શું કરવા આ બાજુ આવ્યો છે તેમ કહીને ઉશ્કેરાઇ જઇને તેને આડેધડ માર મારી તેને પકડી રાખીને લોખંડનાં ટુકડાથી આંખ ઉપર મારતાં તથા અન્યએ લાફા મારી ધમકી આપતા આ બનાવ અંગે પોલીસે વિશાલની ફરિયાદનાં આધારે ચાર શખ્સો કાર્તિક ઠાકોર, રવિ ઠાકોર, ભાવેશ ઠાકોર અને અલ્પેશ ઉર્ફે અપ્પુડી પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં સંપન્ન…

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પૂજા-અર્ચન અને દર્શનનો લાભ...

પાટણ જિલ્લાની 472 શાળાઓમાં શૈક્ષણિક સિધ્ધિ સર્વેક્ષણ કામગીરી તા. 3 નવેમ્બર થી હાથ ધરાશે..

પાટણ તા. 2રાજ્ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 2023 અંતર્ગત પાટણ...