પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ CBSE ધોરણ 10 ના પરિણામ મા જિલ્લામાં મોખરે રહી…

પાટણ તા. ૧૪
CBSE Bord દ્વારા લેવાતી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પાટણ દસમાં ધોરણ
નું યશસ્વી પરિણામ જાહેર થયું છે. શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સો ટકા પરિણામની પરંપરા જાળવી રાખી શાળા પરિવાર અને વાલીગણને ગૌરવ અને યશ અપાવ્યો છે.
શાળાના તેજસ્વી તારલા શિવ પટેલે 96.50 % સાથે શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

આ સાથેજ હયાના પટેલ 93.50 % , વીરા પટેલ 93.17 %,  હર્ષિત મીના 93.17 %, પ્રિતિ પટેલ 92.83 %, આરોહી ચૌધરી 92.83 % ,પલ દેસાઈ 92.50 %, ધ્યાના પટેલ 92.17 %, આર્યા સોની 91.67 %, મહિન સ્વામી 91.50 % સાથે ઉત્તીર્ણ થયા છે. જેઓને જે.એચ.પંચોલી, સંસ્થાના મેનેજમેન્ટ માંથી CDO પ્રો.જય ધ્રુવ, શાળા ના આચાર્ય ડૉ. ચિરાગ પટેલ સહિત સ્ટાફ પરિવાર દ્વારા બાળકોને આશીર્વાદ આપી તેમની  ઉત્કૃષ્ટ તેમજ ઉજવળ  ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.