fbpx

પાટણના જીમખાના મેદાન ખાતે સૌપ્રથમ વાર ભાઈઓ અને બહેનોની સામ સામે ક્રિકેટ મેચ યોજાઇ..

Date:

પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને વોર્ડ-1ના નગરસેવક મનોજભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ક્રિકેટ મેચ નું આયોજન કરાયું..

પાટણ તા. 28 પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના વોર્ડ – 1ના જાગૃત કોર્પોરેટર મનોજભાઈ ખોડીદાસભાઇ પટેલ દ્વારા પોતાના 56 માં વર્ષના જન્મદિન માં પ્રવેશ પ્રસંગે મણીલાલ કરમચંદ જીમખાના મેદાન ખાતે યુનિવર્સિટી ની પી.જી.ભવનની છોકરીઓની ક્રિકેટ ટીમ વચ્ચે પાટણ જીમખાના અંડર 17 છોકરાઓની સૌપ્રથમવાર ક્રિકેટ મેચ નું આયોજન ગુરૂવારે કરવામાં આવ્યું હતું.

પાટણના ઇતિહાસમાં પ્રથમવાર જીમખાના મેદાન ખાતે આયોજિત કરાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને યુનિવર્સિટી પી.જી.ભવનની છોકરીઓની ટીમે આનંદ અનુભવ્યો હતો. જોકે ભાઈઓ-બહેનો ની સામ સામે યોજાયેલી મેચીસ બોલ સાથેની ક્રિકેટ મેચમાં ભાઇઓની ટીમ વિજેતા બની હતી. જીમખાના મેદાન ખાતે મનોજભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત કરાયેલી બહેનોની અને ભાઈઓની પ્રથમ વખતની મેચમાં જીમખાના મેદાનના મહામંત્રી પ્રશાંત રાવલ, સેક્રેટરી જે પી પટેલ,વાસુ પટેલ,કિરીટ સ્વામી,જીગર ઠક્કર,હાર્દિક જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે..

સિધ્ધપુર પાણીની પાઇપલાઇન માંથી મળેલા માનવ શરીરના અવશેષોને એફએસએલ અને ડીએનએ માટે અમદાવાદ મોકલાશે.. ~ #369News

પાટણ SOG પોલીસે રૂ. 4.34 લાખની કિંમતના ગાજાના જથ્થા સાથે ખરેડાના શખ્સને ઝડપ્યો.

મુદામાલ સાથે શખ્સને વાગડોદ પોલીસ હવાલે કરાયો.. પાટણ તા. ૬પાટણ...

પાટણ યુનિવર્સિટી માપોલેન્ડ થી ઇન્ટનૅશીપ કરવા આવેલી બે વિધાર્થીનીઓને સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન અપાયું

પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી...

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા..

રાધનપુરના રાપરીયા હનુમાન નજીક માર્ગ પર બાઈક સ્લીપ ખાય જતા પિતા પુત્રી ઘવાયા.. ~ #369News