પાટણ સહિત સમગ્ર ભારત માંથી કુપોષણના કલંક ને દુર કરવા કટિબદ્ધ બનીએ : હિરલ પરમાર..
પાટણ તા. 30 સમગ્ર ભારત માંથી કુપોષણના કલંકને ભગાવવા કેન્દ્ર અને રાજયની સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આંગણવાડી મા આવતાં કુપોષિત બાળકો ને પોષણક્ષમ આહાર પુરો પાડી સુપોષિત બનાવવા અવાર નવાર પોષ્ટીક વાનગીઓ પિરસવામાં આવતી હોય છે. શનિવારે પાટણ ભાજપ મહિલા મોરચા ની બહેનો દ્રારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ના ઉપલક્ષ્યમાં શહેરના આંબેડકર હોલ ખાતે શહેરની વિવિધ આંગણવાડી ના કુલ 108 જેટલા કુપોષિત બાળકોને પોષણ યુક્ત આહાર વાળી કીટ વિતરણ નો કાર્યક્રમ પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કુપોષિત બાળકોના વાલીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે આંગણવાડીમાં અપાતા પૌષ્ટિક આહાર થી કુપોષિત બાળકો સુપોષિત બને છે માટે બાળકોને નિયમિત આંગણવાડી મા મોકલી કુપોષિત બાળકો વધુ મા વધુ પોષણક્ષમ આહાર મેળવી તંદુરસ્ત બને અને ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માથી કુપોષણ નું કલક દુર થાય તે માટે અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાનોએ પણ કુપોષણના કલંકને દૂર કરવા ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રની સરકાર તેમજ રાજ્યની સરકાર કટિબદ્ધ રીતે કામ કરતી હોવાનું જણાવ્યું ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત પોષણ યુક્ત કીટ વિતરણના કાર્યક્રમ ની સરાહના કરી હતી. ડોક્ટર આંબેડકર હોલ ખાતે આંગણવાડીના કુપોષિત બાળકોને પોષણ યુક્ત કીટ વિતરણના કાર્યક્રમ નું સફળ સંચાલન icds ના ઉર્મિલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી