યુનિ.મા કાયમી ફરજ બજાવતી મહિલાઓને ડિલિવરી ના સમયે મળતા લાભ હંગામી ફરજ બજાવતી મહિલાઓને મળે તે બાબતે વિચાર વિમશૅ કરાયો…
પાટણ તા. 30 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ની કારોબારી સમિતિની બેઠક કુલપતિ ડો.રોહિત દેસાઈની અધ્યક્ષતા માં શુક્રવારે વહીવટી ભવન ના કોન્ફરન્સ હોલ ખાતે મળી હતી. કારોબારી બેઠકમાં નેક પિયર ટીમના અહેવાલનું કવર ખોલી તેમાં દર્શાવાયેલ સૂચનો નો અમલ કરવા ઠરાવવામાં આવ્યું હતું. તો યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલીયાને તેમનો બે વર્ષનો પ્રોબેશન પિરિયડ પૂર્ણ થયેલ હોય કાયમી કરવા કારોબારી બેઠકમાં વહીવટી આદેશ થશે તેવી ઇંતેજારી વચ્ચે આ બાબતે કોઇ નિર્ણય નહીં થતાં યુનિવર્સિટી કર્મચારી વર્તુળમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી. કારોબારી બેઠકમાં કેટલીક નવી નર્સિંગ કોલેજોને મંજૂરી આપવાની સાથે યુનિવર્સિટીના રહેમ રાહેવાળા અને જમીન આપનાર એવા 20 જેટલા કર્મચારીઓને નિયમ મુજબ સાતમા પગાર પંચનો લાભ આપવા બાબતે નો અહેવાલ સ્વીકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલ સામેની ઇન્કવાયરી બાબતે નિમાયેલ તપાસ સમિતિ દ્વારા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવતા આ ડોક્યુમેન્ટ આગામી કારોબારી સમિતિમાં રજૂ કરવા ઠરાવાયું હોવાનું જાણવા મળ્યું હતું. યુનિવર્સિટી કારોબારી બેઠકમાં કાયમી ફરજ બજાવતા મહિલા કમૅચારીઓને ડિલિવરી સમયે મળતી બિન કપાત પગાર સાથેની રજાઓ નો લાભ યુનિવર્સિટી મા હંગામી ધોરણે ફરજ બજાવતી મહિલા કમૅચારીઓને પણ આ પ્રમાણે નો લાભ આપવા બાબતેના મુદ્દે પણ વિચાર વિમૅશ કરવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી ના સુત્રો તરફથી જાણવા મળ્યું હતું. યુનિવર્સિટી ની કારોબારી બેઠકમાં યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ, કા. કુલ સચિવ ડો. કે. કે. પટેલ સહિત કારોબારી સભ્યો અને વહીવટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી